3 મે બુધવારના દિવસે ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ ધામને કૈલાશ પછી શિવનુ બીજુ નિવાસ સ્થાન માનવામાં આવે છે.
શિવ પુરાણમાં કેદારનાથનુ શિવલિંગ પાંડવો પર શિવજીની કૃપાનુ પરિણામ માનવામાં આવે છે. કેદારનાથની પૌરાણિક કથા મુજબ નર-નારાયણની પ્રાર્થના પર ભગવાન શિવે કેદારખંડમાં નિવાસ કરવાનુ વરદાન આપ્યુ. એ સમયે અહી કેદાર નામનો ધર્મપ્રિય રાજા શાસન કરતો હતો. રાજા કેદારના નામ પર અહી ક્ષેત્ર કેદારખંડ કહેવાતુ હતુ.
રાજા કેદાર ભોલેનાથના ભક્ત હતા. રાજાએ વિનંતી કરતા ભગવાન શિવે કેદારખંડના રક્ષક બનવાનુ સ્વીકાર કર્યુ અને ત્યારબાદથી ભગવાન શિવ કેદારનાથ તરીકે ઓળખાવા લાગ્યા.
એક અન્ય માન્યતા મુજબ એવુ માનવામાં આવે છે કે મહાભારત કાળના સમયે યુદ્ધ સમાપ્તિ પછી જ્યારે પાંડવ પોતાના હાથો દ્વારા પરિવારના લોકોને મારવાનો પશ્ચાતાપ કરવા માટે કેદારનાથમાં ભગવાન શિવની પૂજા કરી હતી પણ ભગવાન શિવ તેમને દર્શન આપવા માંગતા નહોતા.
આ કારણે ભગવાન શિવે બળદનુ સ્વરૂપ લઈ લીધુ. ભીમે બળદરૂપી શિવને ઓળખી લીધા અને તેમના પગ પકડી લીધા હતા. પણ શિવ અંતર્ધ્યાન થઈ ગયા હતા. ત્યારથી અહી બળદના પૃષ્ઠની મૂર્તિ છે અને તેની પૂજા કરવામાં આવે છે.
આ સંબંધમાં એક માન્યતા છે કે જ્યારે ભગવાન શિવ એક અન્ય સ્થાન પર હતા ત્યારે વિષ્ણુજીને એ સ્થાન એટલુ પસંદ આવ્યુ કે તેમને શિવ પાસે એ સ્થાન માંગી લીધુ. ત્યારબાદ શિવ કેદારનાથ જતા રહ્યા.