- સ્વચ્છ છબિવાળા વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના થયો હતો, તેમણે 65 વર્ષ પૂર્ણ થયા છે
- બીએ એલએલબીનો અભ્યાસ
- વિજય રૂપાણી જૈન સમુહમાંથી છે.
- રૂપાણીએ એક વિદ્યાર્થી નેતાના રૂપમાં પોતાનુ કેરિયર સ્ટાર્ટ કર્યુ હતુ.
- વિજય રૂપાણીએ 1971માં જનસંઘને જોઈન કર્યુ હતુ.
- 2014માં ચૂંટણી જીત્યા બાદ તેઓ આનંદીબેન સરકારમાં ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન મંત્રી બન્યા
- રૂપાણી રાજકોટથી ધારાસભ્ય છે
- સ્વચ્છ છબિ મોહક વ્યક્તિત્વ અને વ્યવસ્થિત કામ કરનારા રૂપાણી પીએમ મોદી અને અમિત શહના ખૂબ નિકટસ્થ
- આ કરણે વિજય રૂપાણી 2017 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પાર્ટી અધ્યક્ષ પસંદગી પામ્યા હતા.
- ફેબ્રુઆરી 2016માં વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ બન્યા
- ઓગસ્ટ 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા
મુખ્યમંત્રીએ એક સરળ વ્યક્તિ તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે. તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે. વિજય રૂપાણી પોતાનો જન્મદિવસ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે. . વિજય રૂપાણી સરકાર અને સંગઠનમાં રહેવાનો અનુભવ ધરાવે છે. વિજય રૂપાણી સત્તાકિય ચૂંટણી 1987માં પ્રથમવાર રાજકોટ મનપાની ચૂંટણી લડ્યા હતા. પ્રથમ વખત ચૂંટણી જીત્યા બાદ ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા અને બીજા જ વર્ષે સ્ટેન્ડિંગ કમિટી જેવા મહત્વના પદ પર રહ્યાં હતા. 1995માં ફરી તેઓ મનપાની ચૂંટણી લડ્યા અને તેઓ મેયર બન્યા. 1998માં કેશુભાઇ સરકાર વખતે તેઓ સંગઠનમાં પ્રદેશ મહામંત્રી બન્યા. આ ઉપરાંત તેઓ સંકલ્પપત્ર અમલીકરણ સમિતિ ચેરમેન પદે 2001 સુધી રહ્યાં હતા. 2006માં તેઓ ટુરિઝમના ચેરમેન તરીકે પણ રહ્યાં હતા.
વિજય રૂપાણી વર્ષ 2006માં રાજ્યસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. 2012 સુધી તેઓ દેશના સૌથી ઉચ્ચ સદન રાજ્યસભાના સભ્ય રહ્યાં. આ ઉપરાંત વિજય રૂપાણી 4 વખત પ્રદેશ મહામંત્રી પદે રહ્યાં. ઓક્ટોબર 2014માં રાજકોટ-2 બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2014માં ચૂંટણી જીત્યા બાદ તેઓ આનંદીબેન સરકારમાં ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન જેવા મહત્વના વિભાગના મંત્રી પણ રહ્યાં હતા. ફેબ્રુઆરી 2016માં વિજય રૂપાણી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા. ત્યારબાદ ઓગસ્ટ 2016માં વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. ડિસેમ્બર 2017માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણ લડી બીજી વખત ધારાસભ્ય અને બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.
વિજય રૂપાણી વિશે કહેવાય છે કે તેમના પ્રદેશના બધા મુખ્યમંત્રીઓ સાથે સારા સંબંધ રહ્યા છે. કોઈ પ્રકારના વિવાદમાં તેમનુ નામ ખૂબ ઓછુ સાંભળવામાં આવ્યુ છે.