Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કેમ કહ્યું કે, "અમે EVM માટે કમ્પ્યૂટર ઇજનેરો ગોઠવી દીધા છે"

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કેમ કહ્યું કે,
, રવિવાર, 16 ઑક્ટોબર 2022 (10:00 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં નિવેદનબાજી સતત વધી રહી છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસપ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે તમારે (ભાજપે) જેટલાં અને જેવાં મશીનો લાવવાં હોય એટલાં લાવે, આ વખતે અમે દરેક જગ્યાએ કમ્પ્યૂટર ઇજનેરો ગોઠવી દીધા છે.
 
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક જાહેરસભામાં જગદીશ ઠાકોરે આ નિવેદન આપ્યું હતું.
 
તેમણે કહ્યું હતું, "આ વખતની ચૂંટણીમાં કોઈ પ્રકારની ગેરરિતી નહીં થાય કારણ કે અમે લોકો ઈવીએમને સાચવવા માટે પ્રતિબદ્ધ છીએ."
 
"તેમણે જેવાં ઈવીએમ લાવવાં હોય એ લાવે. અમે ઈવીએમ ફેક્ટરીથી લઈને પોલિંગ બૂથ સુધી ચોકીઓ બનાવી છે. અમે આ વખતે ઈવીએમ સાથે કોઈ ચેડાં નહીં થવા દઈએ."
 
જગદીશ ઠાકોરના જીવન અને રાજકીય કારકિર્દી વિશે જાણવા તમે અહીં ક્લિક કરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat assembly election date 2022- ગુજરાતની ચૂંટણી જાહેર થતાં બોર્ડરને વાગી જશે તાળાં, આટલા દિવસ બાદ થઇ શકે છે જાહેરાત