Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવ બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2024 (13:01 IST)
by election

 
 
વાવ પેટાચૂંટણીમાં તમામ 23 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. અંતિમ રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે.
 
કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2500થી વધુ મતથી જીત થઇ છે. જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરુપજી ઠાકોરે જીત મેળવી છે 

અહીં ઉલ્લેખનીય છે કે, મતગણતરી શરૂ થઈ ત્યારથી સતત 21 રાઉન્ડ સુધી કૉંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા.
 
ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ રહ્યા હતા.
 
સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે જંગ જામતો હોય છે, પરંતુ ભાજપના નેતા માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણીજંગ ત્રિપાંખિયો બન્યો હતો. તમામ ઉમેદવારો પોતાના વિજય માટે આશાવાદી હતા. પણ સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી કૉંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ભાજપના સ્વરૂપસિંહ ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા.
 
અહીં તા. 13મી નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો.
 
આ બેઠક ઉપર રાજપૂત, પટેલ અને ઠાકોર સહિત કુલ 10 ઉમેદવાર ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે.
 
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
 
ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે, “અત્યાર સુધી સારું ચાલી રહ્યું છે. જે રીતે પ્રચાર દરમિયાન પ્રજાએ અમને સમર્થન અને આશીર્વાદ આપ્યા હતા, એ જ રીતે મતદાનમાં પણ આશીર્વાદ આપ્યા હશે તેવું પ્રતીત થાય છે.”
 
તેમણે કહ્યું હતું કે, “અમે કૉંગ્રેસના કાર્યકર્તાઓની તાકાત, ગેનીબહેનનાં કામ અને અમારા કામની તાકાત પર ચૂંટણી લડ્યા હતા. વાવના લોકોએ અમને સમર્થન આપ્યું છે. ગેનીબહેને કરેલા કામનો પણ અમને ફાયદો મળશે.”
 
વાવમાં અત્યાર સુધીમાં છ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. વાવમાં  છ રાઉન્ડ પછી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 7610 મતથી આગળ છે.

 
વાવ પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં 3 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.  કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને અત્યાર સુધીમાં 12361 મત મળ્યા છે અને સ્વરૂપજી ઠાકોરને 11187 મત મળ્યા છે. 

vav by eleciton
 
  વાવ પેટા ચૂંટણી: 3 રાઉન્ડ

-  ગુલાબસિંહ રાજપુત: 12361 મત
-  સ્વરૂપજી ઠાકોર: 11187 મત
-  માવજી પટેલ: 6510 મત
 
વાવ પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં બે રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.  બનાસકાંઠાથી બીબીસી સહયોગી પરેશ પઢિયાર અનુસાર, કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને અત્યાર સુધીમાં 7795 મત મળ્યા છે અને તેઓ 297 મતે આગળ ચાલી રહ્યા છે.
 
અત્રે જણાવીએ કે, વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ચૂંટણી લડી છે. સાથો આ બેઠક પર કુલ 10 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ છ. સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે 400 પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ તૈનાથ છે. આ સાથે મતગણતરી સબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે 1950 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.
 
વાવ પેટાચૂંટણીમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.
 
બનાસકાંઠાથી પ્રથમ રાઉન્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 4190 મત મળ્યા છે અને તેઓ 251 મતે આગળ ચાલી રહ્યા છે.
 
જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 3939 મત મળ્યા છે.
 
અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને પહેલા રાઉન્ડમાં 2119 મત મળ્યા છે.

વાવ પેટા ચૂંટણી: 23 રાઉન્ડ
 
23 રાઉન્ડ સુધીની મતગણતરી
ભાજપ 22મા રાઉન્ડમાં 800 મતથી આગળ
સ્વરૂપજી ઠાકોરનો વિજય, ભાજપ 1300 મતેથી જીત્યું
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

Maharashtra CM - મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને ચાલી રહેલા મંથન વચ્ચે એકનાથ શિંદે જતા રહ્યા તેમનાં ગામ, બીજેપી બેચેન

Cyclone Fengal Update - ચક્રવાતી વાવાઝોડું ફેંગલ આજે મચાવશે તબાહી, પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આશંકા

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

આગળનો લેખ
Show comments