Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા પોલીસે કાર્યવાહીના ભાગરૂપે 3 NRI હસબન્ડના પાસપોર્ટ રદ કર્યાં

વડોદરા પોલીસે કાર્યવાહીના ભાગરૂપે 3 NRI હસબન્ડના પાસપોર્ટ રદ કર્યાં
, બુધવાર, 16 ઑક્ટોબર 2019 (16:52 IST)
વડોદરામાં NRI પતિઓ સામે પોલીસ તંત્રએ કડકમાં કડક પગલા લેવાનું નક્કી કરી લીધુ છે જેની કાર્યવાહીના ભાગરૂપે 3 NRI પતિઓના પાસપોર્ટ રદ્દ કર્યા છે. લગ્ન કરી પત્નીને તરછોડી અને હેરાન કરનારને હવે બક્ષવામાં નહી આવે. 7 NRI પરિવાર સામે કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં ગોરવા, હરણી અને મહિલા પોલીસે ત્રણ એનઆરઆઈના પાસપોર્ટ રદ કરાવ્યા છે અને બીજા સાતની સામે કાર્યવાહી ચાલુ છે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા બાદ એનઆરઆઈ પુરૂષો વિદેશમાં લઈ જઈને પોતાની મરજી પ્રમાણે રાખે છે અથવા તરછોડી દે છે. ઘણાં કિસ્સાઓમાં NRI પત્નીને અહીં એકલી અથવા બાળકો સાથે છોડીને વિદેશ જતો રહે છે. કેટલાક પતિઓ લાંબા સમય સુધી પત્ની કે બાળકોને મળવા પણ આવતો ન હોવાની અમને ફરિયાદો મળે છે. 
પોલીસ કમિશનરે વધુમાં કહ્યુ હતુ કે, જેને લઈ પરણીતાઓ જેમતેમ કરીને દિવસો પસાર કરતી હોય છે. આવી કોઈ પીડિતા પોલીસ પાસે મદદની આશાએ આવે છે, ત્યારે અમારો સૌથી પહેલો પ્રયાસ પતિ – પત્ની વચ્ચે સમાધાન કરાવાના હોય છે. જેથી તેમનો સંસાર ન તૂટે, પરંતુ NRI વિદેશમાં રહેતાં હોવાથી પોલીસની કાર્યવાહીને એવોઈડ કરતાં હોય છે. બંને પક્ષને સમાધાન કરવા માટેની પુરતી તક આપીએ છીએ
વધુમાં પોલીસે જણાવ્યુ હતુ કે, જો સમાધાન ન થાય તો તપાસના અંતે NRI પતિ વિરુદ્વ આઈપીસી 498 સહિતના કલમ હેઠળ ગુનો દાખલ કરે છે. ત્યારબાદ તેમના પાસપાર્ટ જ રદ કરાવાનું નક્કી કર્યું છે. અમે પાસપોર્ટ કચેરીની મદદથી હોમ અફેર્સ દિલ્હીને આરોપી NRIની માહિતી મોકલીએે છે અને ત્યાંથી જ તેમના પાસપોર્ટ રદ થાય છે. અમે અત્યાર સુધીમાં ભારતીય પાસપોર્ટ ધરાવતાં ત્રણ NRIના પાસપોર્ટ રદ કર્યા છે અને સાત વિરુદ્વ કાર્યવાહી ચાલુ છે. 
NRI પુરૂષો ભારતીય મહિલા સાથે લગ્ન કરે તો તેના 30 દિવસમાં લગ્નની નોંધણી કરાવી લેવાની રહેશે. આ નિયમનો ભંગ કરવારનો પાસપોર્ટ જપ્ત અથવા રદ કરવાની જોગવાઈ બિલમાં કરાઈ છે, પરંતુ તેને પસાર કરાયું નથી. આ બીલ પસાર થયા બાદ કાયદો અમલમાં આવશે. જો, કોઈ NRI લગ્નની નોંધણી કરાવવામાં નિષ્ફળ જાય અને મામલો કોર્ટમાં જાય ત્યારે તે કોર્ટમાં પણ હાજર ન રહે તો તેવા કેસમાં તેની સંપત્તિને ટાંચમાં લેવા સુધીની જોગવાઈ પણ બિલમાં કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી, ધોરણ 12 પાસ પણ 17મી નવેમ્બરે પરીક્ષા આપી શકશે