Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નર્મદાના પાણીમાં ઓક્સિજન ઓછો ને સલ્ફાઇડ કેમ વધ્યું, સરકારનું મૌન

નર્મદાના પાણીમાં ઓક્સિજન ઓછો ને સલ્ફાઇડ કેમ વધ્યું, સરકારનું મૌન
, શુક્રવાર, 17 મે 2019 (14:40 IST)
થોડાક સમય પહેલાં નર્મદા ડેમના પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી અને સલ્ફાઇડની માત્રા વધી હતી પરિણામે હજારો માછલાંઓના મોત નિપજ્યા હતાં. આ ઉપરાંત લોકોને પીવાનુ પાણી ય આપવાનુ બંધ કરી દેવાયુ હતું.
પર્યાવરણવાદીઓએ નર્મદા નિગમ ઓથોરીટીને પત્ર લખી એવી રજૂઆત કરી છેકે, નર્મદાના પાણીની ગુણવત્તા ખરાબ થવા પાછળના કારણો અંગે કેમ મૌન દાખવવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત હાલમાં ય નર્મદા ડેમના તળિયે જઇને પાણીના સેમ્પલ લઇ પાણીની ગુણવત્તાની ચકાસવામાં આવી રહી છે કે કેમ તે અંગે નર્મદા ઓથોરિટી ગુજરાતની જનતાને જણાવે તેવી માંગ કરવામાં આવી છે.
ફેબુ્રઆરીમાં નર્મદા ડેમનુ પાણી ડહોળુ બન્યુ હતું. એટલુ જ નહીં, પાણીની ગુણવત્તા એટલી હદે ખરાબ થઇ કે,ડેમના આસપાસના વિસ્તારોમાં ય પાણી આપવાનુ બંધ કરી દેવાયુ હતું. તે વખતે નર્મદા નિગમ ઓથોરિટી એ એવો ખુલાસો કર્યો હતોકે, ભૂંકપને કારણે આવુ થઇ શકે છે.
આ ઉપરાંત ડેમના તળિયે ગેસ નીકળતો હોવાની પણ પાણીની ગુણવત્તા બગડી શકે છે. આ બધાય કારણો જાણવા નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓસનોલોજીના નિષ્ણાતો ડેમના તળિયે જઇને પાણીના સેમ્પલ લેવાના હતાં તેનુ શું થયું તેવો પર્યાવરણવાદીઓએ સવાલ ઉઠાવ્યો છે.
ગુજરાતમાં હાલમાં પાણીના પોકારો ઉઠયાં છે. માત્ર નર્મદા ડેમના પાણી પર જ ગુજરાતની જનતાનો આધાર છે ત્યારે પાણીની ગુણવત્તા વિશે નર્મદા નિગમે રાજ્યની જનતાને વાસ્તિવકતાથી વાકેફ કરવી જોઇએ. નર્મદાના પાણીમાં અત્યારે સલ્ફાઇડ અને ઓક્સિજનનુ પ્રમાણ કેટલુ છે તે જણાવવુ જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપના વિપુલ ચોધરીએ કોંગ્રેસના નેતાઓ સાથે બંધ બારણે મુલાકાત કરતાં અટકળો શરુ