Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કથિત પ્રેમ પ્રકરણ / દિલ્હીની મહિલા અમદાવાદની હોટલમાં રોકાઇ હતી, IAS દહિયા સાથે થયો હતો ઝઘડો

કથિત પ્રેમ પ્રકરણ / દિલ્હીની મહિલા અમદાવાદની હોટલમાં રોકાઇ હતી, IAS દહિયા સાથે થયો હતો ઝઘડો
, ગુરુવાર, 25 જુલાઈ 2019 (14:57 IST)
આરોગ્ય વિભાગના કમિશનર આઈએએસ અધિકારી ગૌરવ દહિયાના દિલ્હીની મહિલા સાથે બીજા લગ્નની ચર્ચાએ ઘણી જ ચર્ચાઇ રહી છે. દહિયાએ મહિલા માટે અમદાવાદમાં ખાસ એક મકાનની પણ ખરીદી કરેલી છે. મહિલા અને દહિયા વચ્ચે અમદાવાદની હોટલમાં ઝઘડો થયો હતો. જે અંગે બન્ને જણાએ વાડજ પોલીસ મથકમાં એક બીજા પર આક્ષેપ કરતી અરજી કરતાં પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગને આ સમગ્ર બાબતનો તલસ્પર્શી રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી છે. આ કેસનો રિપોર્ટ મહિલા આઈએએસની એક ટીમ બનાવશે અને આજે જ આપશે.આજે આ મામલામાં અન્ય પણ એક ખુલાસો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં પિડીતા આશ્રમ રોડની સ્ટાર હોટલમાં એક દિવસ રોકાઈ હતી. 6 ફેબ્રુઆરીએ પિડીતા કંટ્રોલને મેસેજ કર્યો હતો જેમાં તેમણે ફરિયાદ કરી હતી કે કેટલાક લોકોએ તેમના રૂમમાં આવીને હેરાન કરી હતી. ત્યારે તેમણે વાડજ પોલીસને કહ્યું હતું કે આઈએએસ દહિયા પોતાનો પતિ છે અને સાથે રાખતો ન હોવાની રજુઆત કરી હતી. દિલ્હી જઈને કાર્યવાહી કરી હતી. ગૌરવ દહિયાએ અરજી પોસ્ટ દ્વારા 11 ફેબ્રુઆરી 2019 એ અરજી કરી હતી.દહિયાએ વાડજ પોલીસમાં કરેલી અરજી મુજબ દિલ્હીની મહિલા સાથે તેમની 2017માં ફેસબુક પર મિત્રતા થઇ હતી. જે બાદમાં પ્રેમમાં પરીણમી. દહિયા અને મહિલા અવાર નવાર રૂબરૂમાં મળતા હતા. ત્યારબાદ મહિલા દ્વારા દહિયાને અગાઉની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહી દહિયા મહિલાને આર્થિક મદદ પણ કરતા હતા. મહિલા રૂપિયા પડાવવા માટે બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી મહિલા માટે દહિયાએ મકાનની ખરીદી કરી હતી. બીજી બાજુ મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં કરેલા આક્ષેપોમાં ગત ફેબ્રુઆરી માસમાં આ મહિલા દિલ્હીથી આવીને અમદાવાદમાં આશ્રમ રોડ પરની એક હોટલમાં રોકાઇ હતી. જ્યાં દહિયા અને તેમની અગાઉની પત્ની પણ મળવા આવ્યા હતા. આ સમયે હોટલમાં તકરાર થતાં મહિલા પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો. અમદાવાદની હોટલમાં મહિલા રોકાઇ હતી જે રૂમ દહિયાએ બુક કરાવ્યો હતો. બે દિવસના રૂમનું 15,000 રુપિયા ભાડુ ચૂકવવામાં આવ્યું હતું. આ પ્રમાણેના મહિલા અને દહિયાના આક્ષેપવાળી અરજીની તપાસ વાડજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટના બિલ્ડરે મર્સીડીસના 0007 નંબર માટે રૂા.19.01 લાખ ચૂકવ્યા