Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેવડિયા જતી જનશતાબ્દીને સરદારની કર્મભૂમિ-જન્મભૂમિનું સ્ટોપેજ જ નહિં, સ્થાનિકોમાં રોષ ફેલાયો

કેવડિયા જતી જનશતાબ્દીને સરદારની કર્મભૂમિ-જન્મભૂમિનું સ્ટોપેજ જ નહિં, સ્થાનિકોમાં રોષ ફેલાયો
, ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (10:56 IST)
કેવડિયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા માટે તાજેતરમાં જ સરકાર દ્વારા અાઠ સ્થળેથી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનનો પણ પ્રાર઼ભ કરવામાં આવ્યો હતો. ત્યારે સરદાર પટેલની જન્મભુમી નડિયાદ અનેકર્મભૂમિ આણંદ ખાતે સ્ટોપેજ આપીને લોકોને ખુશખુશાલ કરી દીધા હતાં. જોકે સ્થાનિક નેતાઓ પણ હરખાઇને હારતોરા કરવા દોડી ગયા. પરંતુ બાદમાં ખબર પડી કે આ તો માત્ર ઉદ્દઘાટનના દિવસે જ ટ્રેનને સ્ટોપેજ હતુ. બાદમાં નડિયાદ કે આણંદ આ ટ્રેન ઉભી જ રાખવાની નથી. સરકારના આ નિર્ણયે ચરોતરવાસીઓને ચોંકાવી દીધા એટલુજ નહિં પણ સરદાર જેવો ખડતલ સપુત આપનાર ચરોતરને હાંસિયામાં મુકવાના સરકારના નિર્ણય સામે પણ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કેવડિયામાં કરોડોનો ખર્ચો કરો છો ત્યારે ચરોતરની પ્રજાને સરદારને જોવા માટે કેવડિયા જવા માટે સુવીધા તો આપવાના બાદલે રીતરસની બાદબાકી કરી દીધી છે. આજે પ્રદેશ પ્રમુખ પાટીલ આણંદ આવે છે ત્યારે ન્યાય અપાવશે ખરા?આણંદના સાંસદ મિતેષ પટેલે આ અંગે કહ્યું હતું કે સરદાર પટેલની જન્મભૂમિ નડીઆદ અને કર્મભૂમિ કરસમદ સહિત ચરોત્તરની જનતા કેવડિયા ખાતે જઇને ચરોત્તરના સરદાર પટેલની વિશાળ પ્રતિમા નિહાળી શકે તેમજ તે માટે આણંદ અને નડીઆદમાં સ્ટોપેજ આપવા માટે દિલ્હી રેલ્વે મંત્રાલય તેમજ સંસદ ભવનમાં લેખિત રજૂઆત કરાશે.પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈએ કહ્યું હતું કે કેવડિયા ખાતે વિદેશ કે દેશમાં આવનાર લોકોને સરદાર પટેલની કર્મભૂમ અને જન્મભૂમિ નીહાળવાની ઇચ્છા થાય તો સ્ટોપેજ હોય તો તેવા લાભ લઇ શકે,સ્ટોપેજ આપવામાં ન આવે તો ચરોતરના સરદાર પટેલના ચાહકોએ આગળ આવીને આંદોલન છેડીને પણ સ્ટોપેજ મેળવું જોઇએ. સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારે કહ્યું હતું કે  ભાજપ સરકાર સરદાર પટેલની મોટી મોટી વાતો કરે છે. સરકાર પણ તેમની છે. સાંસદ પણ ભાજપના છે.ત્યારે તેઓને સરદારના વતનને સ્ટોપેજ અપાવું જોઇએ. તોજ ચરોતરની જનતા કેવડીયા જઈને સરદારની પ્રતિમાને નિહાળી શકશે.નહીંતો તેનો લાભ ચરોતરને મળશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગામી એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 1થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની વિચારણા, ઉનાળાનું વેકેશન ઘટે તેવી શક્યતાઓ