Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકામાં ભારતીય નાગરિકોનો ભયંકર અકસ્માત, સ્પીડમાં જઈ રહેલી કાર બ્રિજ પરથી પડી, 3 ગુજરાતી મહિલાઓના મોત.

car accident
, શનિવાર, 27 એપ્રિલ 2024 (16:19 IST)
car accident
Indian Women Killed In US: અમેરિકામાં એક ભયાનક કાર અકસ્માતમાં ગુજરાતની ત્રણ મહિલાઓના મોત થયા છે. રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ, તમામ ગુજરાતના આણંદ જિલ્લાના હતા, જ્યારે તેઓ મુસાફરી કરી રહ્યા હતા તે SUV દક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં એક પુલ સાથે અથડાઈ હતી અને રસ્તા પરથી નીચે પડી ગઈ હતી.
 
 ગ્રીનવિલે કાઉન્ટી કોરોનર ઓફિસની રીપોર્ટ મુજબ, I-85 પર ઉત્તર તરફ જતી SUV, બેરિકેડ તોડીને પુલની વિરુદ્ધ બાજુના ઝાડ સાથે અથડાતા પહેલા ઓછામાં ઓછા 20 ફૂટ હવામાં ઉછળી. 
 
ચીફ ડેપ્યુટી કોરોનર માઈક એલિસ ન્યૂઝ ચેનલ WSPA ને જણાવ્યું હતું કે "તે સ્પષ્ટ છે કે તેઓ નિર્ધારિત ગતિ મર્યાદાથી ઉપર મુસાફરી કરી રહ્યા હતા." તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અકસ્માતમાં અન્ય કોઈ કાર સામેલ નથી.
 
અમેરિકામાં ભારતીયો સાથે ખતરનાક અકસ્માતઃ કાર એક ઝાડ પર ફસાયેલી જોવા મળી હતી અને અકસ્માત બાદ ખરાબ રીતે ડેમેજ થઈ હતી.  એવું માનવામાં આવે છે કે કાર એટલી વધુ  સ્પીડમાં હતી કે કદાચ ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મણિપુરમાં કુકી આતંકવાદીઓના હુમલામાં સીઆરપીએફના 2 જવાનો શહીદ, અનેક ઘાયલ