Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Budget 2021 12 નવા પોલીસ સ્ટેશનો માટે 653 ની ભરતી

Gujarat Budget 2021 LIVE: 12 નવા પોલીસ સ્ટેશનો માટે 653 ની ભરતી
, બુધવાર, 3 માર્ચ 2021 (11:30 IST)
આજે રજુ થનારા બજેટમાં નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં દરેક ગુજરાતીઓને અસર કરતું અને રાજ્યના વિકાસના માપદંડ નક્કી કરતું આપણું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે. મહત્વપૂર્ણ છે પહેલી માર્ચે વિધિવત રીતે બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આજે રજૂ થનારૂ બજેટ ગુજરાતનું પ્રથમ ડિજીટલ કમ પેપરલેસ બજેટ હશે. રાજ્ય સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવશે. અને તેનો ક્યા ખર્ચ થશે તેના લેખાજોખા કરતું વર્ષ 2021-22 માટેનું બજેટ 2 લાખ કરોડને આંબે તેવી શક્યતા છે. 

રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે   વર્ષ-2021-22નું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરી રહ્યા છે.  બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ પર મૂકાશે ભાર  ગુજરાત બજેટ એપ્લિકેશન પર જોઈ શકાશે બજેટ 
સરકારે ગુજરાત બજેટ એપ્લિકેશન કરી હતી લોન્ચ એપમાં તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મળી શકશે. 
 
બજેટ પહેલા  નીતિન પટેલે કહ્યુ કે અમે સર્વાગી વિકાસવાળુ બજેટ રજુ કરીશુ. ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારીશુ. બજેટથી દરેક નાગરિકને સંતોષ થશે. આત્મનિર્ભર ગુજરાત માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે. 

01:03 PM, 3rd Mar
- એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્રના લાયન પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે રૂ 11 કરોડ
- જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસુલી, વીડી વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ થશે
- સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે
-  દીપડાનું મેગા રેસ્ક્યુ સેન્ટર 7 કરોડના ખર્ચે બનાવાશે
 ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 3020 નવી જગ્યાઓ ઉભી કરાશે
 
 
- ACB માં 199, એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટમાં 146 જગ્યાઓ 
- રાજકોટ પોલીસ કમિશનરની ટ્રાફિક શાખા માટે 184 જગ્યાઓ
- આશ્વસ્ત પ્રોજેકટ માટે 112 જગ્યાઓ 
- 12 નવા પોલીસ સ્ટેશનો માટે 653 ની ભરતી 
-  સુરત શહેરમાં 4 નવા પોલીસ સ્ટેશન માટે 300 જગ્યાઓ નો સમાવેશ
- અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ 71 લાખ પરિવારોને આવરી લેવાશે 
- અત્યાર સુધી 35 લાખ પરિવારોને આવરી લેવાયા હતા
-  દિવાળી અને જન્માષ્ટમી નિમિતે આ પરિવારોને  એક-એક લીટર કપાસિયા તેલ અપાશે જે માટે 70 કરોડની જોગવાઈ
- રાજ્યમાં ગેસ સિલિન્ડર વગરના 3.12 લાખ લાભાર્થીઓને PNG કે LPG કનેક્શન આપવા રૂ 50 કરોડની જોગવાઈ


12:59 PM, 3rd Mar
- અન્ન નાગરિક સુરક્ષા કાયદા હેઠળ 71 લાખ પરિવારોને આવરી લેવાશે 
- અત્યાર સુધી 35 લાખ પરિવારોને આવરી લેવાયા હતા
- દિવાળી અને જન્માષ્ટમી નિમિતે આ પરિવારોને  એક-એક લીટર કપાસિયા તેલ અપાશે જે માટે 70 કરોડની જોગવાઈ
- રાજ્યમાં ગેસ સિલિન્ડર વગરના 3.12 લાખ લાભાર્થીઓને PNG કે LPG કનેક્શન આપવા રૂ 50 કરોડની જોગવાઈ

12:42 PM, 3rd Mar
- 2 લાખ યુવાનોને સરકારી નોકરી મળશે, PM મોદીના વતન વડનગરમાં એથ્લેટીક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનશે
-  કોરોનાના કારણે ધારાસભ્યોની ગ્રાંટ પરની રોક હટાવાઈ 
- રાજ્યની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતા વર્ષ 2021- 22 થી દોઢ કરોડની ગ્રાંટ ફાળવણી પુન શરૂ કરાશે
- વિધાનસભા પરિસરમાં ગુજરાતના ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનશે
 

12:27 PM, 3rd Mar
- ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના , બકરાં એકમની સ્થાપના માટે રૂપિયા ૮૧ કરોડની જોગવાઇ..
- ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ..
- ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ 
-  સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ..
- મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ.
- રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ..
-  કરુણા એનિમલ એમ્બુલન્સ -૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂપિયા ૭ કરોડની જોગવાઇ.. 
- દૂધાળા ગીર - કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે ૩ કરોડની જોગવાઇ

12:21 PM, 3rd Mar
- રાજકોટમાં માધાપર ચોકડી પર પીપીપી ધોરણે નવું બસસ્ટેશન બનશે 
- અન્ય નવા 6 બસસ્ટેશન બનશે, 9 બસ સ્ટેશનનું રીનોવેશન થશે જેના માટે રૂ 100 કરોડ
- નારગોલ અને ભાવનગર બંદરોનો વિકાસ કરવા મંજૂરી
- શહેરી વિકાસ વિભાગ માટે ૧૩,૪૯૩ ની જોગવાઈ
- વર્ષ 2022 ના 55000 આવાસ નિરમા માટે 300 કરોડની જોગવાઈ
- અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ
- અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડ
- અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે અથવા તેને પાંચ કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ વિભાગ માટે ૧૩,૪૯૩ ની જોગવાઈ
- વર્ષ 2022 ના 55000 આવાસ નિરમા માટે 300 કરોડની જોગવાઈ
-  અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ
- અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડ

12:14 PM, 3rd Mar
- ધારાસભ્યો માટે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવા મંજૂરી
- નવી શિક્ષણ નીતિ 20 20 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પા પા પગલી યોજના નું આયોજન કરાયું જેના માટે પાંચ કરોડની જોગવાઈ
- ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ  અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન
- રાજ્યમાં અનુસૂચિત જાતિની 28 અને વિકસિત જાતિ ની 33 આદર્શ નિવાસી શાળાઓ માં ઈ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ત્રણ કરોડ
- અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના બાંધકામ માટે ત્રણ કરોડની જોગવાઈ
- ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમસ્ત છાત્રાલયના મકાનના બાંધકામ માટે એક કરોડ
- 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળી કુલ 1 હજાર નવી બસો શરૂ કરાશે
- 500 વોલ્વો બસો પીપીપી ધોરણે શરૂ કરાશે રૂ 270 કરોડની જોગવાઈ
- 50 ઇલેક્ટ્રિક બસો સંચાલન માં મુકાશે
- ઈકો ફ્રેન્ડલી 50 સીએનજી વાહનો મુકાશે જેના માટે 30 કરોડ ની જોગવાઈ
- ડોર ટુ ડોર કલેકશન દ્વારા ઘન કચરો એકત્રિત કરવા માટે નંબર ટ્રાન્સપોર્ટ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામપંચાયતોને વ્યક્તિ દિઠ માસિક ગ્રાન્ટની બે થી બમણી કરી રૂપિયા ચાર કરવાની જાહેરાત કરવામાં આવી

12:09 PM, 3rd Mar
- સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા હેતુથી 37 સંસ્કૃત પાઠ શાળાઓમાં મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ૧૦ કરોડની જોગવાઈ
- રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા ૭૦૦ કરોડની જોગવાઈ
- સાત વર્ષ કરતા વધુ સમયથી રિકાર્પેટ ન થયા હોય તેવા 16857 કિમિ લાંબા રસ્તાઓ ના રિસરફેસિંગ માટે રૂ 4506 કરોડની જોગવાઈ
- - 3400 કરોડના ખર્ચે નવા 68 રેલવે ઓવર બ્રિજને મંજૂરી
- અમદાવાદ-બગોદરા-રાજકોટ 6 માર્ગીય હાઈવે  રૂ 2620 કરોડના ખર્ચે બની રહ્યો છે
-  762 કિમીના 42 રસ્તાઓને ફોર લેન બનાવવા 2466 કરોડનો ખર્ચ 
- અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂ 1500 કરોડની જોગવાઈ
-મોરબી-હળવદ, જેતપર-મોરબી-અણિયાળી-ઘાટીલા રાજ્ય માર્ગને 4 માર્ગીય બનાવવા 309 કરોડ

12:01 PM, 3rd Mar
 - 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખ નવા આવાસો બનાવાશે
- શહેરી વિસ્તારોમાં 55 હજાર નવા આવાસો માટે રૂ 900 કરોડની જોગવાઈ
- કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ના ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે એ હેતુ માટે માળખાગત સુવિધા ઉભી કરવા યોજના માટે ૮૦ કરોડની જોગવાઈ
- અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ- રાજ્યની 2000 પ્રાથમિક શાળા ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે 72 કરોડની જોગવાઈ
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ૧૯ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્ય પુસ્તકો પૂરા પાડવા માટે ૬૫ કરોડની જોગવાઈ
- વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માં મેટ્રો લાઈટ- મેટ્રો નિઓ જેવી નવી મેટ્રો સેવા માટે સરકારનું આયોજન  આ યોજના માટે રૂ. 50 કરોડની જોગવાઈ
- જે વિદ્યાર્થીઓ ના ઘર નું અંતર શાળા થી એક કિલોમીટર કરતાં વધારે હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા માટે ૬૦ કરોડની જોગવાઈ
- શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ સુવિધા પૂરી પાડવા માટે ૨૦ કરોડની જોગવાઈ

11:50 AM, 3rd Mar
- રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક ધિરાણ ઉપર મર્યાદા માં પાક ધિરાણ પરત કરવા માટે ખેડૂતોને વધારાના વ્યાજની રાહત આપી 0% વ્યાજ ની આગ ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ
- કલ્પસર પ્રભાગ માટે રૂ 1501 કરોડની જોગવાઈ
- ખરીદ વેચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના માટે 78 કરોડની જોગવાઈ
 
કૃષિ બજાર વ્યવસ્થા માટે
 
- તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના વિવિધ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા કેપિટલ સહાયની યોજના માટે છ કરોડની જોગવાઈ
- સૌની યોજના ના ત્રીજા તબક્કા માટે ૧૦૭૧ કરોડની જોગવાઈ
- ત્રીજા તબક્કામાં ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્વના સ્રોત બોર તળાવ ને સૌની યોજના હેઠળ સમાવેશ કરાયો
- શિક્ષણ વિભાગ  માટે રૂ. 32, 719 કરોડની જોગવાઈ 
- આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ 11323 કરોડની જોગવાઈ
- અમદાવાદ ની નવી સીવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ
- આદિજાતિ વિસ્તાર માટે કોઈ 1349 કરોડની જોગવાઈ
- ઉકાઈ જળ સંચાલય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર અને કુકરમુંડા તાલુકા માં 27200 હેક્ટર વિસ્તારને લાભ આપવા માટે ૯૬૨ કરોડની જોગવાઈ કરાઈ
- હા યોજના અંતર્ગત સોનગઢ ઉચ્છલ નિઝર પાઇપલાઇન નું આયોજન કરાશે
- 108માં નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરવા 30 કરોડની જોગવાઈ
- રાજ્યકક્ષાએ રસીકરણ સેલ ઉભો કરાશે
- સુરત જિલ્લામાં 590 કરોડના ખર્ચે કાકરાપાર ગોરઘા પાઇપલાઇન યોજના પૂર્ણ કરી માંગરોળ અને માંડવી તાલુકામાં સિંચાઇનો લાભ અપાશે
- 9 જિલ્લામાં વેક્સીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોડની જોગવાઈ
- રાજ્યની 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા માટે પાંચ વર્ષ માટે 1207 કરોડની જોગવાઈ
- ધોરણ એક થી આઠ ના આશરે ૪૫ લાખ બાળકોને મધ્યાહન યોજના માટે 1044 કરોડની જોગવાઈ
- રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 567 કરોડની જોગવાઈ કરાઈ
- 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખ નવા આવાસો બનાવાશે
- આવાસો માટે રૂ 1250 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત શિક્ષણના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રદૂષણથી થતા હોસ્ટેલ અને ભોજનકક્ષમાં શિષ્યવૃત્તિ સહાય પેટે 287 કરોડની જોગવાઈ
- મનરેગા માટે રૂ 564 કરોડની જોગવાઈ
- ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસટી બસ પાસ માટે 205 કરોડની જોગવાઈ
- કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ તા વિદ્યાર્થી ઓને ટેબ્લેટ આપવા માટે ૨૦૦ કરોડની જોગવાઈ
- ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે

11:45 AM, 3rd Mar
 
 
- ડાંગ જિલ્લાની સંપૂર્ણ રાયસણ મુક્ત કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વર્ષે 10,000 તથા બીજા વર્ષે ૬ હજાર નાણાકીય સહાય યોજના ની જાહેરાત કરવામાં આવી
- ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ 7232 કરોડની જોગવાઈ
- અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે તેના માટે ૨૦ કરોડની જોગવાઈ
- પ્રાકૃતિક ખેતી આધારે ફળો અને શાકભાજી ઉત્પાદનો નું સીધું વેચાણ કરી શકાશે
- ગ્રામ્ય કક્ષાએ રોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના બકરા એકમની સ્થાપના માટે 81 કરોડની જોગવાઈ
- દસ ગામ દીઠ એક પશુ દવાખાના માટે 43 કરોડની જોગવાઈ
- ગૌશાળા કે પાંજરાપોળ માટે ઊંચો સુધારણા જે વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે ૨૫ કરોડની જોગવાઈ
- 10000 માછીમારોને હાઈ સ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજના નો લાભ માટે 150 કરોડની જોગવાઈ

11:30 AM, 3rd Mar
- આર્યુવેદ, હોમિયોપેથી દવાનો ઉપયોગથી લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરીને કોરોના સામે પ્રજાજનોને રક્ષણ મળ્યુ
- 3.24 કરોડ લોકોનો ઘન્વંતરી રથથી કોરોનાની તપાસ કરાઈ અને સારવાર અપાઈ
- અન્ય રાજ્યોની સરખામણીએ કોરોનાનું સંક્રમણ ઘટાડવામાં ગુજરાત સફળ રહ્યુ
- ઘન્વંતરી રથ મારફતે ઘરે ઘરે જઈને કોરોનાના દર્દીઓની સારવાર કરાઈ
- નવી હોસ્પિટલો, નવુ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઊભુ કરીને કોરોનાની સારવાર ના મળે તેવી સ્થિતિ ટાળી
- કોરોના માટે સારવાર આપવા માટે 738 કેન્દ્રો ઉભા કરાયા હતા
- કોરોનાના દર્દીઓની સારવાર માટે તમામ જિલ્લામાં સરકારે વ્યવસ્થા ઊભી કરી હતી
- છેલ્લા બે દાયકામાં સેવાકિય માળખાકીય કાર્યો કરાયા છે
- સરકારના પ્રયાસોને કારણે, કોરોનાથી માનવને થનારુ નુકસાન ઘટાડી શક્યા છીએ
- કરોડો નાગરિકોને વિનામૂલ્યે વેકસિન આપવાનુ વચન સરકારે પાળ્યુ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કરશે