Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૂંટણીપંચનો આદેશઃ બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ દાહોદના પરથમપુરમાં ફરી થશે મતદાન

booth capturing incident
દાહોદ , ગુરુવાર, 9 મે 2024 (15:32 IST)
લોકસભાની ચૂંટણીના મતદાનમાં ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયા હતાં. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તાર મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાઇરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. જે ઘટનાને લઈ ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. 
 
ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાનનો આદેશ
દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7 મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. ત્યાર બાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. હાલ આ અંગેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
 
જાણો શું હતો સમગ્ર મામલો?
ગુજરાતમાં તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. વિજય ભાભોર સંતરામપુરના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં 7.82 ટકા ઘટી ગઈ હિન્દુઓની વસ્તી, મુસ્લિમોની 43.15 ટકા વધી