Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં અપહરણ બાદ દુષ્કર્મ- 14 વર્ષીય સગીરા 7 ઓગષ્ટના રોજ ઘરેથી ગુમ થઈ

રાજ્યમાં અપહરણ બાદ દુષ્કર્મ-  14 વર્ષીય સગીરા 7 ઓગષ્ટના રોજ ઘરેથી ગુમ થઈ
, રવિવાર, 15 ઑગસ્ટ 2021 (17:35 IST)
વાપીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરવામાં આવી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સગીરા અપહરણ થયાના પાંચ દિવસ બાદ ઘરે પરત ફરી હતી.  પરિવારજનોએ સગીરાની આજુબાજુના વિસ્તારોમાં શોધ ખોળ હાથ ધરી હતી. સગીરા ન મળતા પરિવારના સભ્યોએ 10મી ઓગષ્ટના રોજ ડુંગરા પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 
 
સગીરાએ તેનું અપહરણ કરનારા 2 મુસ્લિમ યુવકોએ તેણીની સાથે દુષ્કર્મ આચાર્યુ હોવાનો ઘટકસ્ફોટ કરતા પરિવાર જનોના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. સગીરાના માતા પિતાએ વાપીના ડુંગરા પોલીસ મથકે 14મી ઓગષ્ટની સાંજે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર 2 મુસ્લિમ યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડુંગરા પોલીસે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને 2 યુવકો પૈકી 1 યુવકની અટકાયત કરી છે.
 
ફરિયાદ અનુસાર, વલસાડના વાપી તાલુકામાં રહેતી એક 14 વર્ષીય સગીરા 7 ઓગષ્ટના રોજ ઘરેથી ગુમ થઈ હતી. સગીરા ન મળતા પરિવારના સભ્યોએ ડુંગરા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ 13 ઓગષ્ટના રોજ સગીરા ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સગીરાએ જણાવ્યું કે  સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર સામે 
 
અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ડુંગર પોલીસે સગીરાની ફરિયાદના આધારે ઇમરાન નાદરની પૂછપરછ હાથ ધરી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેક્સિનેશનની મુદ્દત પૂરી- ફરજિયાત વેક્સિનનો આજે છેલ્લો દિવસ, વેપારીઓએ કહ્યું- 31 ઓગસ્ટ સુધી રાહત આપો, હવે 30 ટકા જ વેપારીઓને વેક્સિન લેવાની બાકી