Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ, મંત્રી મંડળમાં યુવાનોને સ્થાન અપાશે

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ, મંત્રી મંડળમાં યુવાનોને સ્થાન અપાશે
, બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (11:00 IST)
રવિવારે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા અને પ્રધાન મંડળનો શપથ સમારોહ ગુરુવારે યોજાવવાનો હતો પણ આજે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવમાં આવતા આજે શપથ વિધી યોજાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
 
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 15 સપ્ટેમ્બરનેના આજે બપોરે યોજાશે.
 
ભાજપે તમામ ધારાસભ્યોને 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચવા આદેશ આપ્યો, બપોરે 4 કલાકે યોજાશે શપથ સમોરાહ, મંત્રી મંડળ એક દમ નવું હશે , સિનિયરોને અપાશે આરામ

રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે અને ગુરુવારના રોજ નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠાં હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GST ની અસર.... તો પેટ્રોલ 75 રૂપિયા અને ડીઝલ 68 રૂપિયા દર લીટર મળશે