હવામાન વિભાગે શુક્રવારે તૌકતને લઈને મોટી ચેતાવણી રજુ કરતા કહ્યુ કે લક્ષદ્વીપમાં ક્ષેત્રમાં એક દબાણ બની ગયુ છે. જે આગામી 24 કલાક દરમિયાન એક ચક્રવાતમાં બદલાઈ જશે અને ગુજરાત તરફ આગળ વધશે. આગામી 12 કલાકમાં આ ચક્રવાતી વાવાઝોડુ ઝડપી બનાવી શકે છે અને પછી 24 કલાકમાં આ ઝડપી થઈ શકે છે. જેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી ર હી છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો સિલસિલો યથાવત છે. હવામાન વિભાગ તરફથી આગામી 18 તારીખ આસપાસ સંભવિત 'તૌકતે' ચક્રવાત ત્રાટકવાની આગાહી કરવામા આવી છે.
આ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામા આવી છે.ત્યારે અમરેલી જિલ્લામાં તો આજે જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જિલ્લાના ધારી ગ્રામ્ય વિસ્તારમા વરસાદ શરૂ થતા ધરતી પુત્રોની મુશ્કેલી વધી શકે છે ધારીના સરસીયા,ગોવિદપુર, ફાસરીયા,સુખપુર સહિત ગીર કાંઠાના ગામડામા ધોધમાર વરસાદી ઝાપટું વરસતાધરતી પુત્રો ચિંતામા મુકાયા છે જ્યારે ખેડૂતોના પાક સાથે આ વિસ્તારોમાં કેરી નુ પણ વાવેતર હોવાને કારણે વધુ ચિંતાના વાદળો બંધાયા છે.