Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના અરવલ્લીમાં એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર, કરો આ ભીડભંજનના દર્શન

ગુજરાતના અરવલ્લીમાં એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર, કરો આ ભીડભંજનના દર્શન
, શનિવાર, 31 માર્ચ 2018 (12:50 IST)
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા સાકરીયા ગામે રાજ્યનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર ભીડભંજન હનુમાનજીના નામે પ્રચલિત છે. ત્યારે આજે હનુમાન જયંતીના પાવન અવસરે આ મંદિર ખાતે હનુમાન જ્યંતીની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરાઈ હતી. આ પ્રસંગે ભગવાનના મંદિર સહિત ગર્ભ ગૃહને ફૂલો અને લાઇટોની રોશનીથી શણગારાયા હતા. જ્યારે હનુમાન જયંતી નિમિત્તે ભગવાનને બદામ કાજુ જેવા સૂકા મેવાનો ભોગ ધરાવાયો હતો આ પ્રસંગે મારૂતિ યજ્ઞ પણ કરાયો હતો. જેમા 100 પરિવારોએ યજ્ઞ પૂજામાં બેસી પૂજાવિધીનો લાભ લીધો હતો. શનિવાર અને હનુમાન જયંતીના પાવન અવસરે ભગવાનના દર્શન માટે વહેલી સવારથી હજારો ભક્તો દર્શન માટે ઉમટયા હતા અને દર્શન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા 41 કિલોની કેક પણ બનાવાઈ છે જે મોડી રાત્રે કાપવામાં આવશે. આજે હનુમાન જયંતી નિમિત્તે ભક્તિભાવથી અમે દર્શન કરવા આવ્યાં છે. સયંમના અનુઆયી હનુમાન દાદાની સુતેલી મૂર્તિ ગુજરાતમાં એક માત્ર અહીં આવેલી છે. દર્શન કરી ધન્ય બની રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પશુપાલકોની હાલત ખરાબ, રસ્તા પર દૂધ ઢોળીને કર્યો વિરોધ