Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અલનિનો ઇફેક્ટ - એક સમયે જ્યા વરસાદ ઓછો હતો ત્યાં મેઘરાજા મહેરબાન, ત્રણ દાયકામાં કચ્છ- સૌરાષ્ટ્રમાં વરસાદનું વધ્યું

અલનિનો ઇફેક્ટ -  એક સમયે જ્યા વરસાદ ઓછો હતો ત્યાં મેઘરાજા મહેરબાન, ત્રણ દાયકામાં કચ્છ- સૌરાષ્ટ્રમાં વરસાદનું વધ્યું
, શુક્રવાર, 28 જુલાઈ 2023 (12:47 IST)
ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પરિણામે અત્યાર સુધી સિઝનનો ૭૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ તો ચોસામાનો ચોથો રાઉન્ડ બાકી છે. એક સમયે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા હતાં. જયાં વરસાદની અછત વર્તાતી હતી પણ હવે ચિત્ર બદલાયુ છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છેકે, છેલ્લાં ૩૦ વર્ષના વરસાદના આંકડાનું વિશ્લેશણ કરતાં માલુમ પડ્યુ છેકે, ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રમાં બદલાવ થઇ રહ્યો છે. 
webdunia
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના મતે, ગુજરાત સહિત દેશમાં હવામાન જાણે બદલાઇ રહ્યુ છે તેમાં વરસાદની આખીય પેટર્ન બદલાઇ છે.વર્ષ ૧૯૮૯થી માંડીને વર્ષ ૨૦૧૮ સુધી દેશના વિવિધ ભાગોના વરસાદી આંકડાનુ વિશ્લેષણ કરાયુ હતું જેમાં એવા તારણો રજૂ થયા છેકે, કયાંક વરસાદની માત્રા ઘટી છે કયાંક વરસાદના પ્રમાણમાં વધારો નોંધાયો છે. આ પરિસ્થિતીમાં માટે ક્લાયમેટ ચેન્જની મહત્વની ભૂમિકા રહી છે.એક સમયે ગુજરાતમાં કચ્છ વિરાન વિસ્તાર ગણાતો હતો કેમકે, અહીં વરસાદની માત્રા ઘણી ઓછી હતી પણ છેલ્લા કેટલાંક વર્ષોથીસ્થિતી બદલાઇ છે. ગુજરાતના અન્ય વિસ્તાર કરતાં કચ્છમાં વરસાદ વધુ વરસે છે. અત્યારે કચ્છમાં  ૧૪૦ટકા કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. મેઘરાજાની મહેર એવી છે, કચ્છમાં કુલ ૨૦ ડેમોમાંથી ૧૦ ડેમો છલોછલ ભરાયા છે. 
webdunia
આ તરફ, સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. બિપોરજોય વાવાઝોડાએ પણ સૌરાષ્ટ્રને જ ઘમરોળ્યુ હતું.આમ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે  પીવાના પાણીની અછતનો સામનો કરતુ હતું પણ ઘડિયાળના કાંટા ઉંધા ફરતાં હોય તેમ આ બે વિસ્તારોમાં હાલ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. કલાયમેટ ચેન્જને કારણે વરસાદના પ્રમાણમાં વધારો થયો છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે એ વાતની પણ નોંધ કરી છેકે, ભારતના | અમુક ભાગોમાં તાપમાન પણ વધ્યુ છે. આ તાપમાન વધતાં વરસનુ પ્રમાણ વધ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને લીધે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાનના જાણકારોનું કહેવુ છેકે, જેમ તાપમાન વધશે તેમ વરસાદ,પૂરમાં વધારો થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર