Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિશ્વ યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે કરાશે : ૧૦,૦૦૦ લોકો એક સાથે યોગ કરશે

વિશ્વ યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે કરાશે : ૧૦,૦૦૦ લોકો એક સાથે યોગ કરશે
, સોમવાર, 18 જૂન 2018 (17:07 IST)
વડાપ્રધાન મોદીના પ્રયાસોથી વર્ષ-૨૦૧૪માં યુનાઇટેડ નેશન્સમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. વર્ષ-૨૦૧૫થી વિશ્વના અનેક દેશોમાં ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવતા આવ્યા છે. આજ સ્વીકૃતિને વધુને વધુ વ્યાપક અને સર્વ સમાવેશક બનાવવાના હેતુ સાથે છેલ્લા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં તા.૨૧ જૂન ‘ચોથા વિશ્વ યોગ દિવસની રાજ્યક્ક્ષાની ઉજવણી સરદોાર પટેલ સ્ટેડીયમ, અમદાવાદ ખાતે કરાશે. રાજ્ય સરકાર અને પતંજલી યોગ પીઠના સંયુક્ત ઉપક્રમે  યોજાનાર આ કાર્યક્રમમાં સ્ટેડીમ ખાતે અંદાજે ૧૦,૦૦૦ જેટલા લોકો એક સાથે યોગ કરશે.આ ઉપરાંત અમદાવાદ કલેકટર અને મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી સમગ્ર અમદાવાદમાં જુદા જુદા વોર્ડ, શાળા-કોલેજ કેમ્પસ, બાગ-બગીચા અને કોમ્પ્લેક્ષ જેવી વિવિધ જગ્યાઓ ઉપર અંદાજે ૫ લાખ જેટલા લોકો યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર બનશે. આ દિવસે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રમત ગમત, સાહિત્ય, ઉદ્યોગ અને ફિલ્મ જગતની વિવિધ સેલિબિટિઝને ખાસ આમંત્રિત કરવામાં આવશે. વિશ્વ યોગ દિવસ એ સમગ્ર રાજ્યનો યોગ દિવસ બની રહે અને તમામ ગુજરાતીઓ જોડાય તેવા હેતુથી ગામ, તાલુકા, શેહરો અને જિલ્લા મથકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં યોગ દિવસના સુચારૂ આયોજન માટે શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમિતિ પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનો ભાગ લેશે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રયાસોથી તેમના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં યોગ દિવસની ઉજવણીમાં જોડાશે.પ્રથમ વર્ષ વિશ્વ યોગ દિવસ ૨૧/૬/૨૦૧૫ના રોજ ૧૦૮.૮૭ લાખ, દ્વિતીય વિશ્વયોગ દિવસ, ૨૧/૬/૨૦૧૬ના રોજ ૧૦૩.૭૩ લાખ અને તૃતિય વિશ્વયોગ દિવસ ૨૧/૬/૨૦૧૭ના રોજ ૧૧૬.૫૫ લાખ વ્યકિતઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર રાજ્યમાં જનભાગીદારી વધે એ રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી બાળકો ભણાવ્યાં, પડતર માંગણીઓ અંગે રોષ ઠાલવ્યો