Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાનો 13 વર્ષીય પ્રેમ ગુજરાત રાજ્યનો સૌથી યંગ લેખક બન્યો

, ગુરુવાર, 11 મે 2017 (12:44 IST)
વડોદરાનો પ્રેમ પટેલ માત્ર 13 વર્ષની ઉંમરે ગુજરાતનો સૌથી નાનો લેખક બન્યો છે. પોતાના મેન્ટરની મદદથી, આઠમા ધોરણના વિદ્યાર્થી પ્રેમ પટેલે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે ‘Destiny’s Ride: Take it or Leave it’. મંગળવારના રોજ બાળ ભવન ખાતે આ પુસ્તકને લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ ઉંમરના અન્ય ટીનેજર્સની જેમ પ્રેમ પણ સ્કુલ જાય છે અને બાસ્કેટબૉલ પણ રમે છે. પણ પાંચમા ધોરણથી તેણે એક પુસ્તક લખવાનું સપનું જોયુ હતુ, જે આખરે તેણે પુરું કર્યું.પ્રેમ કહે છે કે, હું ચોથા ધોરણમાં હતો ત્યારથી ઘણું વાંચતો હતો. આ જોઈને ટીચર્સે મારી માતાને સલાહ આપી કે મને ક્રિએટીવ રાઈટિંગ માટે પ્રોત્સાહિત કરે. આ બુક પર હું પાછલા 6 મહિનાથી કામ કરતો હતો અને આ પહેલા મેં 2 મેન્યુસ્ક્રિપ્ટ્સ પર પણ કામ કર્યું છે.

પ્રેમની માતા જાગૃતિ પટેલ હાઉસવાઈફ છે અને પિતા હિરેન કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે.આ બુકમાં શિકાગોમાં રહેતા એક છોકરાની સ્ટોરી છે, જેણે એક અકસ્માતમાં પોતાની માતા ગુમાવી છે. પ્રેમના મેન્ટર અને શિક્ષણવિદ્ સુવેરચલા કશ્યપ, જે પાછલા 6 મહિનાથી પ્રેમ સાથે કામ કરતા હતા તે કહે છે કે, આ એક એડવેન્ચર, સટલ રોમાન્સ, કાવતરું અને સસ્પેન્સને લગતી બુક છે. સમયાંતરે જીવન આપણને જે પડકારો આપે છે, તે આ પુસ્તકમાં છે. માનવ સ્વભાવની અસહજતા અને એક બાળક કઈ રીતે આ દુનિયાને જુએ છે તે બુકમાં દર્શાવવમાં આવ્યું છે.ખાસ વાત એ છે કે, પ્રેમ સમર વેકેશનમાં આ બુકની સિક્વલ લખવાનું પ્લાન કરી રહ્યો છે. પણ પ્રેમને વ્યવસાયે લેખક નથી બનવું. તે માત્ર શોખ તરીકે લખવા માંગે છે. પ્રોફેશન માટે તો તેને રોબોટિક્સમાં કારકિર્દી બનાવવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાઈ અખિલેશ યાદવ સત્તાની સાથે તમારી બુદ્ધી પણ ગઈ, જુઓ ગુજરાતના આ પુત્રો સરહદ પર શહિદ થયાં છે.