પાટીદાર આંદોલનના સંયોજક હાર્દિક પટેલને ધમકી ભર્યો કોલ આવવાનો મામલો સામે આવ્યો છે. હાર્દિક પટેલના મોબાઈલ પર એક વ્યક્તિએ કોલ અને મેસેજ કરીને ધમકી આપી છેકે તે આ આંદોલનમાંથી હટી જાય નહી તો તેને જીવ મુસીબતમાં પડી જશે. એટલુ જ નહી આરોપીએ હાર્દિકની બહેન નએ પરિજનોના અપહરણ કરીને જીવથી મારવાના મેસેજ પણ કર્યા છે.
આ ઘટનાક્રમ પછી હાર્દિક પટેલે પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઈને એક લેખિત રિપોર્ટ આપ્યો છે. જેમા આરોપીનો મોબાઈલ નંબર અને આપવામાં આવેલ ધમકી વિશે બતાવ્યુ છે. આ મામલાને લઈને હાર્દિકે સ્પષ્ટ કર્યુ કે આ આંદોલનમાંથી હટાવવા માટે આ કોઈનુ ષડયંત્ર હોઈ શકે છે.
હાર્દિકે કહ્યુ કે ફોન કરનારે પરિવારના લોકો માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો. બીજી બાજુ હાર્દિકને શંકા છે કે કોઈ રાજનીતિક માણસના ઈશાર પર આ કામ થયુ હોઈ શકે. આ મામલાને લઈને પ્રતાપનગર પોલીસે હાર્દિક પટેલની રિપોર્ટ પર તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા આ મામલામાં ધમકી આપનારા મોબાઈલ નંબરની સાઈબર સેલ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.