. એશ્વર્યા રાય બચ્ચન 67માં કાન ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શુક્રવારના રોજ હાજરી નહી આપી શકે. ફ્રાસમાં એયર ટ્રૈફિક કંટ્રોલર્સની સ્ટ્રાઈકને કારણે એશ્વર્યા કાન નહી પહોંચી શકે. અહી શુક્રવારે તેને રેડ કાર્પેટ પર હાજરી આપવાની હતી. એશ્વર્યા વાર્ષિક કાન ફેસ્ટિવલમાં ગ્લોબલ કોસ્મેટિક બ્રૈંડ લોરિયલ પેરિસને રિપ્રેજેંટ કરે છે.
એક નિવેદન મુજબ એશ્વર્યાની લંડનથી નાઈસની ફ્લાઈટ કૈસલ થઈ ગઈ છે અને તે પ્લાનિંગ મુજબ સમય પર કાન નહોઈ પહોંચી શકે. લોરિયલ પેરિસની ટીમ ફેસ્ટિવલ દરમિયાન કોઈ બીજા દિવસે એશ્વર્યાના રેડ કાર્પેટ પ્રેજેંટેશનની વ્યવસ્થા કરી રહી છે.
હવે એશ્વર્યા 21 મે ના રોજ કાન ફિલ્મોત્સવના રેડ કાર્પેટ પર પ્રેજેંટેશન કરશે. લોરિયલ પેરિસ ઈંડિયાની જનરલ મેનેજર માનશી ગુહાએ કહ્યુ 'દુર્ભાગ્યથી એશ્વર્યાની ફ્લાઈટ કૈસલ થઈ ગઈ. અમે તેમ માટે કોઈ બીજા દિવસે પોગ્રામ નક્કી કરીશુ. અમને પુર્ણ વિશ્વાસ છે કે તેઓ હંમેશાની જેમ આ વખતે પણ લોકોને પોતાની પ્રસ્તુતિથી આશ્વર્યમાં નાખશે.
એશ્વર્યા છેલ્લા 13 વર્ષોથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લોરિયલ પેરિસનુ પ્રેંજેટેશન કરતી આવી છે.