રાજ્યસભામાં એક સીટ 100 કરોડમાં વેચાય છે - કોંગ્રેસનો કોંગ્રેસ પર આરોપ
, સોમવાર, 29 જુલાઈ 2013 (18:17 IST)
:
કોંગ્રેસના એક રાજ્યસભા સભ્યએ સનસનીખેજ દાવો કર્યો છે કે રાજ્યસભાની સીટ 100 કરોડ રૂપિયામાં મળી જાય છે. તેમના આ દાવાથી વિવાદ ઉભો થયો છે. ભાજપાએ રાજનીતિન એ આ પ્રકારના નિમ્ન સ્તર સુધી પહોંચાડવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટીની આજે નીંદા કરી. લાંચના આરોપોથી ચોતરફથી ઘેરાયેલી યુપીએ સરકાર પર હવે તેમના જ નેતા ચૌધરી વીરેન્દ્રસિંહે સનસનાટીપુર્ણ આરોપ લગાવ્યો છે. હરિયાણાના કદાવર જાટ નેતા ચૌધરી વીરેન્દ્રસિંહે દાવો કર્યો છે કે રેલવેમંત્રીની ખુરશી માત્ર યોગ્યતાના આધારે નહીં પરંતુ દાનથી મળે છે. ચૌધરી કયા દાન તરફ ઈશારો કરી રહ્યા હતા તેના જાતજાતની અટકળો લગાવાઈ રહી છે.ચૌધરીએ કહ્યુ કે ગઈ વખતે તેઓ માટે રેલવેમંત્રી પદ નક્કી હતુ પણ છેલ્લી ઘડીએ એ તક જતી રહી. તેમણે ખાસ અંદાજમાં કહ્યુ કે ગોલ કરવામાં જ હતો અને રેફરીએ સીટી વગાડી દીધી. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યુ કે આજે લોકો 100 કરોડ આપીને રાજ્યસભા સાંસદ બની રહ્યા છે. જો કે પછી તેઓએ પોતાના આ નિવેદન અંગે પલટી મારી લીધી હતી.કોંગ્રેસના પૂર્વ મહાસચિવના નિવેદને મનમોહનસિંહ સરકાર સામે પ્રશ્નાર્થ સર્જી દીધો છે. હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું કેન્દ્રમાં મંત્રીઓની ખુરશી પૈસા આપીને ખરીદવામાં આવે છે. હરિયાણાના યમુનાનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે તેઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં પ્રથમ ક્રમે છે પણ ખુરશી માત્ર ક્રમના આધારે નહીં પણ અન્ય દાનોથી મળે છે. જો કે તેમણે આ દાન કયુ એ સ્પષ્ટ ન કર્યુ.