Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરા જિલ્લાના સખી મંડળો દ્વારા નિર્મિત ફરસાણને ‘રેવા’ બ્રાન્ડથી વેચાણ કરાશે

news in gujarati
, શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (12:15 IST)
news in gujarati
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક આગવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના સખી મંડળની ઉદ્યમી મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી ફૂડ પ્રોડક્ટને ‘બ્રાંડ નેમ’ આપીને માર્કેટ લિંકેજ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફૂડ પ્રોડક્ટને ‘રેવા માંના રસોડામાંથી’ નામ આપી વેચાણના ઉપક્રમનો આવતીકાલથી પ્રારંભ કરાવશે અને આ કાર્યક્રમમાં લોગોનું અનાવરણ કરશે. વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા વડોદરા જિલ્લામાં ખાદ્ય પદાર્થોના નિર્માણ સાથે જોડાયેલા સખી મંડળોની પ્રોડક્ટને પ્રોફેશનલ પ્રોડક્ટ તરીકે બજારમાં મૂકવાનો વિચાર કરાયો છે.

સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવતા વિવિધ ફરસાણ જેવા કે, ખાખરા, ગાંઠિયા, ચકરી, ચેવડાનો સ્વાદ અને ગુણવત્તા એટલી સરસ હોય છે કે બસ તેને લોકો સુધી પહોંચાડવાની જરૂરત છે. આ બાબતને ધ્યાને રાખી સખી મંડળ દ્વારા નિર્મિત આ ફરસાણને રેવા નામ આપવામાં આવ્યું છે. રેવા એ રિજુવેનાઇટિંગ એન્ડ એમ્પાવરિંગ વીમેન્સ એસ્પિરેશન્સનું ટુંકુ નામ છે. પ્રારંભિક તબક્કામાં જિલ્લાના 15 સખી મંડળની 150થી વધુ મહિલાઓને આ ઉપક્રમમાં સાંકળવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી આ સખી મંડળને ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે નાઇટ્રોઝન ફિલિંગ પેકેજિંગ મશીન બેંક લોનથી આપવામાં આવ્યું છે. એટલે ખાદ્યવસ્તુઓ તરોતાજા રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રવૃત્તિનો તબક્કાવાર વિસ્તાર કરી વધુ સખી મંડળો, મહિલાઓને જોડવામાં આવશે. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતના વુડા વિસ્તારમાં આવતા વડોદરા ગ્રામ્ય, પાદરા અને વાઘોડિયા તાલુકાના 81 ગામોમાંથી ઘનકચરાના નિકાલ માટેના પ્રોજેક્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 ડિસેમ્બરનુન રાશિફળ- શુક્રવાર સ્પેશિયલ રાશિફળ