Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માત્ર 26 રૂપિયામાં વિદેશયાત્રા કરવાનો મોકો, તમે ભારતથી વિયેતનામ પહોંચી શકો છો, આ એરલાઇન લોકોને આપી રહી છે તક

માત્ર 26 રૂપિયામાં વિદેશયાત્રા કરવાનો મોકો, તમે ભારતથી વિયેતનામ પહોંચી શકો છો, આ એરલાઇન લોકોને આપી રહી છે તક
, બુધવાર, 13 જુલાઈ 2022 (10:29 IST)
પ્રકૃતિ પ્રેમીઓ ફરવા માટે વિયેતનામને ખૂબ જ પસંદ કરે છે. અહીં ઉજવાતા બૌદ્ધ તહેવારો વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિશ્વના ઘણા દેશોમાંથી લોકો અહીં બનેલા પેગોડાને જોવા માટે આવે છે. સુંદર બીચ અને પર્વતીય વિસ્તારોની સુંદરતા માટે વિયેતનામ પ્રવાસીઓમાં પસંદ કરવામાં આવે છે. જોકે તમારે  વિયેતનામ જવું છે પરંતુ હવાઈ મુસાફરીનું ભાડું જોઈને તમને બજેટ બગડવાનો ડર લાગે છે ? તો હવે વિયેતનામ ફરવા જવાનો આ તમારી માટે સારો મોકો છે. કેમ કે, અહીં તમને માત્ર 26 રૂપિયામાં એર ટિકિટ મળશે.
 
આ શાનદાર ઓફર વિયેતનામની વિયેટજેટ એરલાઈન્સ દ્વારા લેવામાં આવી છે. કંપની માત્ર 9,000 વિયેતનામી ડોંગ (VND) ના હવાઈ ભાડા પર ટિકિટ ઓફર લઈને આવી છે. વિયેતનામી ચલણનું મૂલ્ય ભારતીય ચલણ સામે ઘણું ઓછું છે અને 9,000 વિયેતનામી ડોંગની રેન્જ  લગભગ 25 થી 30 રૂપિયા છે.
 
આ ઓફરનો લાભ લેવા માટે તમારે 13 જુલાઈ સુધીમાં ટિકિટ બુક કરાવવી પડશે. જ્યારે તમે 26 માર્ચ 2023 પછી મુસાફરી માટેનો સમય પસંદ કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવામાનની વિભાગની આગાહી: આગામી 5 દિવસ ગુજરાતના વિસ્તારોમાં વરસશે 'આકાશી આફત', ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના