Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NEET: પરીક્ષા થવી જોઈએ કે નહિ?

NEET: પરીક્ષા થવી જોઈએ કે નહિ?
, મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (13:35 IST)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) મુલતવી રાખવાની માંગ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓને યોગ્ય તક મળવી જોઈએ. તેમણે ટ્વિટ કર્યું, "ભારત સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાઓ જોતી નથી. NEET પરીક્ષા મુલતવી રાખો. વિદ્યાર્થીઓને યોગ્ય તક આપો."
 
સુપ્રીમ કોર્ટે પરીક્ષા મુલતવી રાખવાનો ઇનકાર કર્યો હતો- સુપ્રીમ કોર્ટએ સીબીએસઈ સુધાર અને કંપાર્ટમેટ પરીક્ષા કાર્યક્રમ અને 12 સેપ્ટેમ્બરને થનારી નીટ યૂજી પરીક્ષાની નોટિફિકેશનને પડકાર આપતી બે અરજીઓ પર સોમવારે સુનવણી કરી. તેમજ સુપ્રીમ કોર્ટએ અરજી પર વિચાર કરવાથી ના પાડતા કહ્યુ કે નીટની પરીક્ષાને સ્થગિત નહી કરાશે.
 
મેડિકલમાં પ્રવેશ કરવા માટે નીટની પરીક્ષા 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 12 જુલાઈએ આ જાહેરાત કરી. પ્રધાને ટ્વીટ કરી, ‘નીટ- યુઝી 2021 કોવિડ 19 નિયમોનું પાલન કરતા દેશભરમાં 12 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 19 નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવવા માટે પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રવેશ અને નિકાસ માટે અલગ અલગ સમય હશે. સંપર્ક રહિત પંજીકરણ, યોગ્ય સાફ સફાઈ, સામાજિક અંતરની સાથે બેઠકની વ્યવસ્થા વગેરે સુનિશ્ચિત કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાગપુરમાં આવી ગઈ છે કોરોનાની ત્રીજી લહેર -4 દિવસોમાં લાગશે લૉકડાઉન મંત્રી નિતિન રાઉતએ કહ્યુ