વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન પછી હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે સોગંધ લેશે.
હેમંત સોરેને સોગંધવિધિ સમારંભમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત ઘણા ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું છે.
આ સમારોહ ઝારખંડની રાજધાની રાંચીના મોરહાબાદી મેદાનમાં સાંજે 4 વાગ્યે યોજાશે.
બુધવારે સાંજે, હેમંત સોરેને સમારંભની તૈયારીઓની વિગતો મેળવી હતી.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ઝારખંડ મુક્તિ મોરચા(ઝામુમો)ના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 81 સભ્યોની વિધાનસભામાં 56 બેઠકો મળી હતી.
જેમાં એકલા ઝામુમોને 34, કૉંગ્રેસને 16, રાષ્ટ્રીય જનતા દળને ચાર અને સીપીઆઈ-એમએલને બે બેઠકો મળી હતી.