Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત આજે રચશે ઈતિહાસ- 100 કરોડ વેક્સીનેશનનો બનશે રેકાર્ડ ઉત્સવની પણ છે તૈયારી

ભારત આજે રચશે ઈતિહાસ- 100 કરોડ વેક્સીનેશનનો બનશે રેકાર્ડ ઉત્સવની પણ છે તૈયારી
, ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (08:22 IST)
કોરોના મહામારીથી લડતમાં દેશ એક મોટી ઉપલ્બધિ હાસલ કરવા જઈ રહ્યા છે. ભારતમાં રસીકરણનો આંકડો આજે 100 કરોડ પાર કરવા જઈ રહ્યુ છે અને આ સમયે પર દેશભરમાં ઉત્સવની તૈયારી છે. દુનિયાભરમાં અત્યાર સુધી માત્ર ચીનથી જ 100 કરોડથી વધારે રસી લગાવી ગઈ છે. અત્યાર સુધી, 18 વર્ષથી વધુ ઉંમરના 75 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 31 ટકાથી વધુ લોકોને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. દેશમાં 55,29,44,021, 45 થી 59 વર્ષ, 26,87,65,110 અને 60 વર્ષથી ઉપરના 16,98,24,308 લોકોને રસી આપવામાં આવી છે. 
webdunia
ઉજવણી માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
ભારતમાં ઇમ્યુનાઇઝેશન હેઠળ આપવામાં આવેલા 100 કરોડ ડોઝની ઉજવણી માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવિયા દેશમાં 100 કરોડ ડોઝ આપવા પ્રસંગે લાલ કિલ્લા પરથી ગાયક કૈલાશ ખેરનું ગીત અને ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ રજૂ કરશે. માંડવિયાએ ટ્વિટ કર્યું કે દેશ રસીની સદી બનાવવાની નજીક છે. આ સુવર્ણ તકનો ભાગ બનવા માટે, હું દેશવાસીઓને અપીલ કરું છું કે જેમને હજુ રસી આપવાની બાકી છે, તેઓ તાત્કાલિક રસીકરણ કરીને ભારતની આ એતિહાસિક સુવર્ણ રસીકરણ યાત્રામાં યોગદાન આપે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલ-ડીઝલની વધતી કિમંતો પર સરકાર ગંભીર, PM મોદીએ તેલ કંપનીઓના CEO સાથે કરી બેઠક