Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AstraZeneca ને લઈને મોટો નિર્ણય, દુનિયાભરથી પરત મંગાવી કોવિડ વેક્સિન

AstraZeneca ને લઈને મોટો નિર્ણય, દુનિયાભરથી પરત મંગાવી કોવિડ વેક્સિન
, બુધવાર, 8 મે 2024 (11:52 IST)
corona vaccine - બ્રિટેનની ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ દુનિયાભરથી તેમની કોરાના વેક્સીનની ખરીદ- વેચ પર રોક લગાવવાના નિર્ણય કર્યો છે. તેમા ભારતમાં બનાવેલ કોવિશીલ્ડ વેક્સીન પણ છે. 
 
થોડા દિવસો પહેલા જ તે ફાર્માસ્યુટિકલ કંપનીએ એક કોર્ટમાં વેક્સીનના ખતરનાક સાઈડ ઈફેક્ટસની વાત સ્વીકારી હતી. જણાવીએ કે એસ્ટ્રાજેનિકા વેક્સીનને ભારતમાં કોવિશીલ્ડના નામથી વપરાતુ હતુ પણ કંપનીએ વેક્સીનને બજારથી હટાવવાના પાછળ બીજુ જ કારણ જણાવ્યા છે 
 
ભારતમાં કોવિશીલ્ડના નામથી વેક્સીનનો ઉપયોગ થયુ
વેક્સીનને બજારથી પરત મંગાવવા માટે આવેદન 5 માર્ચને કર્યા હતા જે 7 મે સુધી પ્રભાવી હતુ. એસ્ટ્રાજેનેકાએ વર્ષ 2020મા ઓક્સફોર્ડ યુનિર્વસિટીની સાથે મળીને કોરોના વેક્સીન બનાવી હતી. તેના ફાર્મૂલાના ઉપયોગ કરતા સીરમ ઈંસ્ટીટ્યૂટએ ભારતમાં કોવિશીલ્ડ નામથી વેક્સીન બનાવી છે. 
 
કંપનીએ શું જાણકારી આપી 
એસ્ટ્રાજેનેકાએ મંગળવારે કહ્યુ હતુ કે બજારમાં જરૂરથી વધારે માત્રામાં વેક્સીન છે. તે કંપનીએ બજારથી બધા રસી પરત લેવાના નિર્ણય કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કંપનીએ આવતાને પણ સ્વીકાર કર્યુ હતુ કે વેક્સીનના કેટલાક સાઈડ ઈફ્કેટ્સ પણ છે. જેમ વેક્સીનના કારણે લોહી ગંઠાઈ જવું અને લોહીના પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો.
 
જણાવીએ કે સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ ભારતમાં અત્યાર સુધી 220 કરોડથી વધારાની ખોરાક આપી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોટિંગ પછી EVM અને કર્મચારીઓને લઈને પરત ફરી રહેલ બસમાં અચાનક લાગી ભયંકર આગ