Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરનાથ યાત્રા - બાલટાલ માર્ગ પર જમીન ધસી પડતા 5 શ્રદ્ધાળુઓના મોત

અમરનાથ યાત્રા - બાલટાલ માર્ગ પર જમીન ધસી પડતા 5 શ્રદ્ધાળુઓના મોત
, બુધવાર, 4 જુલાઈ 2018 (11:05 IST)
શ્રીનગર કાશ્મીર ઘાટીમાં ધોધમાર વર્ષા થઈ રહી છે. આ કારણે અમરનાથ યાત્રા હાલ રોકવામાં આવી છે. બાલટાલ માર્ગ પર મંગળવારે સાંજે જમીન ધસી પડતા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા જેમા 4 પુરૂષ અને એક મહિલાનો સમાવેશ છે.  પોલીસે જણાવ્યુ કે બાલટાલ માર્ગ પર રેલપટરી અને બરારીમર્ગની વચ્ચે જમીન ધસડી પડવાથી આ દુર્ઘટના થઈ. આ સાથે જ આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન મરનારાઓની સંખ્યા વહીને 11 થઈ ગઈ.  સોમવારથી મંગલવાર સવાર સુધી જુદા જુદા કારણોસર ત્રણ વ્યક્તિના મોત થયા હતા. આ ઉપરાંત એક બીએસએફ ઓફિસર, એક યાત્રા સ્વંયસેવી અને એક પાલકી ઉઠાવનારનો પણ જીવ ગયો હતો. 
 
પોલીસ મુજબ જત્થામાં સામેલ સાત શ્રદ્ધાળુઓ પર્વતના કાટમાળમાં દબાય ગયા. ઘટના પર હાજર ટીમે તરત જ બચાવ કાર્ય શરૂ કર્યુ. કાટમાળમાંથી બહાર કાઢતા સુધી ત્રણ લોકોના મોત થઈ ચુક્યા હતા. પોલીસ મુજબ માર્યા ગયેલા લોકો અને ઘાયલોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. 
અત્યાર સુધી કુલ 36,366 શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. 
 
બાલતાલ બેઝ કેમ્પના કાર પાર્કિંગ એરિયામાં પૂરનું પાણી ધસી આવ્યું હતું પરંતુ તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. જોકે, પવિત્ર અમરનાથ ગુફા માટે જવા દરમિયાન ત્રણ શ્રદ્ધાળુઓના અલગ-અલગ કારણોસર મોત નિપજ્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કુંવરજીભાઇ મંત્રી બની ગયા, શપથ ગ્રહણ કર્યા