Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જાણો સૌથી વધુ ક્યાં વરસ્યો

rain in ahmedabad
, શનિવાર, 15 જૂન 2024 (14:10 IST)
rain in ahmedabad


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાલિતાણામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. વઘઈમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. તળાજા અને માણસામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.. રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, વાંકાનેર, વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર,પડધરી, કલોલ, સુબિર, માંગરોળ, અમદાવાદ, દહેગામ, હિંમતનગર વગેરે સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા રાજ્યમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે.
webdunia
rain in ahmedabad

રાજ્યમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામેલો રહેશે.આવતીકાલે એટલે કે 16 જૂનના રોજ ગાંધીનગર, અરવલ્લી,  અમદાવાદ, સુરેનદ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી છે.. 17 જૂને નવસારી, વલસાડ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. તો 18 જૂને નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે. 20મી જૂને નર્મદા, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં અગ્નિકાંડ મુ્દે કોંગ્રેસનો વિરોધ, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી