Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે ઓનલાઇન થઇ શકશે ઘર બનાવવાની અરજી, 24 કલાકમાં મળશે મંજૂરી

હવે ઓનલાઇન થઇ શકશે ઘર બનાવવાની અરજી, 24 કલાકમાં મળશે મંજૂરી
, શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (16:03 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી) 2.0નો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે. ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી છે. 
 
મુખ્યમંત્રીએ ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગૌરવ સહ જાહેર કર્યુ કે સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ ફેઇસ લેશ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. 
વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનીશલતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર ઇમાનદારીથી આ સરકાર કાર્યરત છે. જનતા જનાર્દનની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ થાય તેને કયાંય ધક્કા ખાવા ન પડે, કચેરીઓમાં પોતાના કામો માટે ટેબલે-ટેબલે ભટકવું ન પડે તેવા સંવેદનશીલ અભિગમથી આપણે અનેક પહેલરૂપ સુધારાઓ કર્યા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારા કોઇ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહિ, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind Vs Aus- જાડેજાની આતિશી ઇનિંગ, ભારત ઓસ્ટ્રેલિયાને 162 રનનો લક્ષ્યાંક આપે છે