Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૌચરનો ઉપયોગ કરવાના વિરોધમાં બનાસકાંઠામાં ચિત્રાસણી રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ

ગૌચરનો ઉપયોગ કરવાના વિરોધમાં બનાસકાંઠામાં ચિત્રાસણી રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
, સોમવાર, 15 જાન્યુઆરી 2018 (15:54 IST)
રિસોર્ટ માલિક દ્રારા ગૌચર પર દબાણ કરતાં બનાસકાંઠામાં મલાણા નજીક ડીસા-ચિત્રાસણી રોડ પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ  કરવામાં આવ્યા છે. ગૌચરનો રસ્તો ઉપયોગમાં લેવાતા ગામલોકોએ વિરોધ કર્યો હતો. બનાસકાંઠામાં મલાણા નજીક ડીસા-ચિત્રાસણી રોડ પર રિસોર્ટ માલિક દ્વારા ગૌચરનો રસ્તો ઉપયોગમાં લેવાતા ગ્રામજનોએ કર્યો ચક્કાજામ કર્યો હતો. ગામલોકોનું કહેવું છે કે આ મામલે તંત્રને અનેકવાર રજૂઆત છતાં પરિણામ ન આવતા સ્થાનિકોએ લડત શરૂ કરી છે. જેમાં રિસોર્ટ માલિકો વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે રિસોર્ટમાં રાજકારણીઓની ભાગીદારી હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી. જ્યારે આ મામલે સ્થાનિકોએ બાંયો ચડાવી છે. તેમનું કહેવું છે કે જિલ્લા ક્લેક્ટર ખાત્રી આપો તો જ ચક્કાજામ ખુલ્લો કરવામાં આવે છે.
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફી નિયમન મુદ્દે શાળા સંચાલકોને વચગાળાની રાહત, સરકારને ઝટકો