Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરપ્રાંતીય હૂમલાઓ પાછળ કોંગ્રેસના 20 લોકોના નામ ખુલ્યા

પરપ્રાંતીય હૂમલાઓ પાછળ કોંગ્રેસના 20 લોકોના નામ ખુલ્યા
, બુધવાર, 10 ઑક્ટોબર 2018 (11:48 IST)
પરપ્રાંતીય નાગરીકો પર હૂમલા અને બાદમાં શરૃ થયેલી હિજરતને કારણે ગુજરાત સરકાર દેશભરમાં ઘણી જ બદનામ થઇ છે. આથી સરકારે હવે ડેમેજ કંટ્રોલ શરૃ કર્યું છે. આ મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પરપ્રાંતીય લોકો પર હૂમલો કરનારા લોકોને છોડવામાં નહીં આવે. ગુજરાતનાં ઔદ્યોગિક એકમોની જવાબદારી અમારી છે.
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોણે ઉશ્કેરણીજનક મેસેજ બનાવીને કયાં ક્યાં મોકલ્યા છે. તેમાં કયા પક્ષ કે સંગઠનનાં આગેવાનો કે નેતાઓ જોડાયેલા છે તે તમામ મુદ્દાઓની તપાસ અમદાવાદની સાયબર ક્રાઇમની ટીમે શરૃ કરી છે. આઈટી એક્ટ ૭ જેટલા ગુના નોંધાયા છે. તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા અત્યાર સુધીમાં કોંગ્રેસનાં ૨૦ જેટલા લોકોનાં નામ ખુલ્યા છે.
ગુજરાતનાં વિકાસમાં અવરોધ ઊભો કરનારા કોઇપણ શખ્સને છોડાશે નહીં. જો કે છેલ્લા ૭૨ કલાકમાં એકપણ ગંભીર ગુનો બન્યો નથી. કેન્દ્ર અને રાજ્યની પોલીસે તાત્કાલીક શાંતિ સ્થપાય તેવી વ્યવસ્થા કરી હતી. ઠાકોર સમાજના લોકોનાં નામ પણ ખુલ્યા છે. રાજ્યભરમાંથી કુલ ૫૩૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેન દુર્ઘટના - રાયબરેલીમાં ન્યૂ ફરક્કા એક્સપ્રેસની 9 બોગી પાટા પરથી ઉતરી, 9ના મોત 50 ઘાયલ