Webdunia - Bharat's app for daily news and videos

Install App

UPI Payment - શુ હવે યુપીઆઈ પેમેંટ પર ચાર્જ લાગશે ? જાણી લો UPI પેમેંટ પર બદલાયેલા નિયમ વિશે

Webdunia
બુધવાર, 29 માર્ચ 2023 (16:30 IST)
આજની તારીખમાં, તમારે ખરીદી કરવા માટે ન તો કેશની જરૂર છે કે ન તો કોઈ કાર્ડની જરૂર છે. જો તમારી પાસે તમારો મોબાઇલ ફોન છે, તો સરળતાથી જેટલી ઈચ્છો એટલી ખરીદી કરી શકો છો. નોટબંધી પછી લોકોને UPI પેમેન્ટ(UPI Payment) ની એવી આદત પડી ગઈ કે લોકો કેશ પેમેન્ટ ભૂલી ગયા.મોબાઈલ ક્રાંતિના આ સમયમાં તમે નાનામાં નાની ખરીદી માટે ઓનલાઈન પેમેંટ કરો છો. UPI પેમેંટને લઈને જાણવા મળ્યુ છે કે આ મોંઘુ થવા જઈ રહ્યુ છે.  2000 રૂપિયાથી વધુ ટ્રાંજેક્શન પર 1.1 ટકાનો ચાર્જ લાગશે. UPI પેમેંટનો મતલબ ગૂગલ પે (Google Pay), ફોન પે (Phone Pay) અને પેટીએમ(Paytm) જેવા ડિજિટલ મીડિયમથી જો તમે 2 હજાર રૂપિયાથી વધુનુ પેમેંટ કરો છો તો તમને થોડા વધુ પૈસા ખર્ચવા પડશે. પણ તેમા થો ડો પેચ છે. જો તમે બેંક એકાઉંટથી લિંક પેમેંટ  કરો છો તો તમારે માટે કશુ બદલાયુ નથી.  


UPI લેવડદેવડ પર લાગશે ચાર્જ  
 
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તેના પરિપત્રમાં સૂચવ્યું છે કે 2000 રૂપિયાથી વધુની ચૂકવણી માટે તમારી પાસેથી 1.1% ચાર્જ લેવામાં આવશે. સલાહ આપવામાં આવી છે કે UPI દ્વારા મર્ચેંટ ટ્રાંજેક્શંસ પર પ્રીપેડ પેમેંટ ઈસ્ટ્રુમેંટ્સ એટલે કે PPI ફી લાગૂ થઈ શકે છે.  એનપીસીઆઈના સર્કુલરના મુજબ 2000 રૂપિયાથી વધુ રકમના UPI ટ્રાંજેક્શન પર તમને 1.1 ટકા ચાર્જ આપવો પડી શકે છે.  
આ સમાચાર આવ્યા બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. સવાલ એ છે કે શું આ નિર્ણય બાદ યુપીઆઈ યુઝર માટે મોંઘુ થઈ જશે? શું આ ચાર્જ તમામ પ્રકારની ઓનલાઈન પેમેન્ટ પર લાદવામાં આવશે અથવા તે કોઈ ચોક્કસ સેગમેન્ટને અસર કરશે?
 
શુ મોંઘુ થશે UPI પેમેંટ ?
 
એનપીસીઆઈ દ્વારા રજુ કરાયેલા પરિપત્ર અનુસાર, આ ચાર્જ મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવશે. એટલે કે, આ ચાર્જ પીઅર ટુ પીઅર (P2P) અને પીઅર ટુ મર્ચન્ટ (P2M) બેંકો અને પ્રીપેડ વોલેટ વચ્ચેના વ્યવહારો પર લાગુ થશે નહીં. એટલે કે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે કોઈપણ મુશ્કેલી અને ચિંતા વગર UPI નો ઉપયોગ કરી શકો છો. તમારે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, UPI ચુકવણી સંપૂર્ણપણે મફત છે. તમારે માટે કશુ બદલાયુ નથી. યૂપીઆઈ બેંક  (UPI Bank) ટ્રાંસફરમાં કશુ બદલાયુ નથી. 
 
કોને આપવો પડશે ચાર્જ ?
 
નવો પ્રસ્તાવ ફક્ત વૉલેટ/પીપીઆઈ ( Wallets/PPI) માટે છે. મતલબ તમે વોલેટથી 2 હજારથી  વધુનુ ટ્રાંજેક્શન કરશો તો તમને ઈંટરચેંજ ફી ભરવી પડી શકે છે. મતલબ જો તમે પ્રીપેડ પેમેંટ ઈસ્ટ્રૂમેંટ  (PPI) જેવા કે વૉલેટ, ક્રેડિટ કાર્ડથી યોપીઅ યૂપીઆઈ પેમેંટ કરો છો તો તમને ઈંટરચેંજ ફી આપવી પડશે. આ ચાર્જ તમારા દ્વારા વેપારીને કરવામાં આવેલી કુલ ચુકવણીના 1.1% હશે. આ પણ જ્યારે આ ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાથી વધુ હશે. આ બિલકુલ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના કિસ્સામાં જેવું જ છે. બેંક તરફથી બેંક વ્યવહારો હજુ પણ સંપૂર્ણપણે મફત છે.
 
સામાન્ય જનતા પર આની શુ થશે અસર ?
 
જો ઇન્ટરચેન્જ ચાર્જ વસૂલવામાં આવશે તો સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. ઇન્ટરચેન્જ ચાર્જ વેપારી દ્વારા વૉલેટ અથવા કાર્ડ રજૂકર્તાને ચૂકવવામાં આવે છે. આવી સ્થિતિમાં, 2000 રૂપિયાથી ઓછી ચૂકવણી કરનારા વેપારીને તેની કોઈ અસર થશે નહીં. આ પરિપત્ર મુજબ, જો તમે તમારી બેંકમાંથી તમારા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે Paytm, PhonePe જેવા વોલેટમાં પૈસા ઉમેરશો, તો Paytm, PhonePe જેવી કંપનીએ ટ્રાન્ઝેક્શનને રેમિટર બેંકમાં લોડ કરવા માટે 15 બેસિસ પોઇન્ટ ચૂકવવા પડશે.
 
કયુ ઓપ્શન પસંદ કરવુ ?
 
NPCIએ પોતાના સર્કુલરમાં કહ્યુ છે કે બેંક એકાઉંટ અને પ્રીપેડ પેમેંટ ઈસ્ટ્રુમેંટ(PPI) વચ્ચે પીયર-ટૂ-પીયર અને પીયર-ટૂ-પીયર-મર્ચેંટમા કોઈ પ્રકારના  ટ્રાંજેક્શન પર કોઈ ચાર્જ નહી આપવો પડે. સર્ક્યુલરમાં P2P, P2M ટ્રાન્ઝેક્શન પર આનો અમલ ન કરવાનું કહેવામાં આવ્યું છે. જો તમે કોઈ વ્યક્તિ અથવા દુકાનદારને ચૂકવણી કરો છો અને ચુકવણી વિકલ્પ તરીકે બેંક એકાઉન્ટ પસંદ કરો છો, તો તમારે કેટલાક ચાર્જ ચૂકવવા પડશે. એટલે કે, કોઈપણ પ્રકારના ચાર્જથી બચવા માટે UPI ચુકવણી કરતી વખતે બેંક એકાઉન્ટ વિકલ્પ પસંદ કરવો વધુ સારું છે.
 
ઇન્ટરચેન્જ ચાર્જ શું છે?
 
પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા વોલેટ ઇશ્યુઅર જેમ કે બેંકોને ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવામાં આવે છે. આ વોલેટ્સ ખાસ કરીને Paytm, PhonePe, GooglePay વગેરે જેવા ઓનલાઈન પેમેન્ટ સક્ષમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

આગળનો લેખ
Show comments