ગુજરાતમાં હાલ ઠંડીનુ જોર વધ્યું છે ત્યારે ગિરનાર ગયેલા યાત્રાળુઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી રહ્યો છે. હાલ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ રોપ-વે સેવા બંધ કરી દેવાઈ છે. અને હાલ યાત્રાળુઓએ પગપાળા ગિરનાર ચઢવો પડી રહ્યો છે.
સુત્રો મુજબ આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વર્તાઈ રહી છે. ગિરનાર માતાના દર્શને આવેલા લોકોને ભારે પવને પગથિયાં ચડવા મજબૂર કર્યા છે. હાલ જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, હાલ ગિરનાર પર્વત પર 60 કિમી પ્રતિ કલાકના વેગે પવન ફૂંકાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને હાલ મેનેજમેન્ટ તરફથી રોપ વે સેવા હાલ સ્થગિત કરી દેવાઈ છે અને જ્યાં સુધી પવનનુ જોર ઓછુ નહી થાય ત્યાં સુધી રોપ-વે શરુ થવાની પણ શક્યતા નહિવત રહેલી છે, આ નિર્ણય ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જો કે આ રોપ-વે સેવા અચોક્કસ મુદત માટે સ્થગિત કરાઈ હોવાથી યાત્રાળુઓ ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા. જો કે આ પહેલીવાર નથી કે જયારે રોપ વે સેવા સ્થગિત થઇ હોય, આ પહેલા પણ ભારે પવન અને વરસાદના લીધે પણ ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ સ્થગિત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે. હાલ ગુજરાતીઓ ઠંડી સાથે પવનનો પણ અનુભવ કરી રહ્યા છે. આ સાથે ગુજરાતીઓ ઠંડા પવનનો પણ અનુભવ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે જે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થઈ શકે છે. જો કે માવઠાની કોઈ સંભાવના હોય તેમ જણાવ્યું નથી. ગીર-જુનાગઢ ગાઢ જંગલોથી ઘેરાયેલું હોવાના લીધે અહીં અવાર-નવાર પવન વધુ વેગે ફૂંકાતો હોય છે. અને ચોમસામાં પણ વરસાદનુ વધુ પ્રમાણ હોવાના લીધે રોપ વે બંધ રાખવાની ફરજ પડે છે અને શ્રદ્ધાળુઓને તકલીફનો સામનો કરવો પડતો હોય છે.