Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસાણા પંથકની પરિણીતાને 25 દિવસ સુધી દારૂ પીવડાવીને ફેરવી બાદમાં ફિનાઈલ પીવડાવ્યું

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (11:14 IST)
મહેસાણાની 31 વર્ષીય પરિણીતાને ગત 1 જુલાઇના બે દિવસ પહેલા તાલુકાના મોટીદાઉ ગામે રહેતા પ્રજ્ઞેશ પટેલ નામના યુવાને ફોન કરતા મેસેજ કરીને તેણીના બંને જોડિયા બાળકોને પતિને જાન થી મારી નાખવાની ધમકી આપતા પરણીતા નેહા ( નામ બદલેલ છે) 1 જુલાઈના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વિના નીકળી રાધનપુર ચોકડીથી ગાડી માં બેસી પ્રગ્નેશ પટેલ સાથે ખેડા ના મલાતજ ગયા હતા જ્યાં રાત રોકાઈને પ્રજ્ઞેશ તેણીને મહારાષ્ટ્રના શિરડી ખાતે લઈ જઈ ત્રણ થી ચાર દિવસ હોટલમાં રાખીને દારૂ પીવડાવી ને અર્ધ બેભાન અવસ્થામાં રાખી હતી.ત્યાંથી પરત અમદાવાદ લાવીને પ્રજ્ઞેશે ત્રણ દિવસ સુધી પરણીતા નેહાને એક રૂમમાં રાખી હતી અને ફરીથી શેરડી ખાતે લઈ જઈને 25 જુલાઈ ના રોજ હોટલમાં ધમકી આપીને દારૂ પીવડાવ્યો હતો અને સાંજે અર્ધ બેભાન અવસ્થામાં નેહાને શિરડી થી બસમાં અમદાવાદ અને ત્યાંથી પેસેન્જર ગાડીમાં સવારે મહેસાણા લાવ્યો હતો ગ્રીન મેડોલ્સ આગળ એક ઝૂંપડી જેવી જગ્યામાં રોકાયા બાદ પ્રજ્ઞેશે નેહાને ઇકો ગાડીમાં બેસાડી પાલાવાસણા બેચરાજી ચોકડી ખાતે ઉતારી દીધી હતી ત્યારબાદ નેહા પોતાના પતિને ઓએનજીસી ઓફિસમાં મળવા ગઈ હતી.પરંતુ તેઓ ના મળતા ઓફિસથી પાછા પરત આવી રહી હતી તે સમયે પ્રજ્ઞેશ રિક્ષામાં બેસાડીને મહેસાણા નજીક આવેલા એક ગામ ના પાટીયા નજીક ઉતારી દીધી હતી

ચાલતા ચાલતા પોતાના ગામ તરફ જઈ રહેલી પરિણીતાને આગળ રેલ્વે ફાટક પાસે ઉભેલા પ્રજ્ઞેશે નેહાની નજીક આવેલા તળાવ પાસે લઈ જઈને એક ઢાંકણું ફિનાઈલ પીવડાવી દીધું હતું.નેહાએ ઉલટી કરીને પીવડાવેલું ફીનાઇલ કાઢી નાખતા પ્રજ્ઞેશે તેણીને જાનથી મારી નાખવાના ઇરાદે તળાવ ધક્કો મારીને નાખી દીધી હતી.તળાવમાં પડેલી નેહા એ બચવા માટે બૂમો પાડતા ગાયો લઈને આવેલા લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢી હતી પરણીતાએ મોટી દાઉ ગામના પ્રજ્ઞેશ ગોવિંદભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા ના પ્રયાસની 307 કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments