Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL : હરાજીમાં સૌથી ઊંચી બેઝ પ્રાઇઝે ગુજરાતના ત્રણ ખેલાડી કયા છે?

IPL : હરાજીમાં સૌથી ઊંચી બેઝ પ્રાઇઝે ગુજરાતના ત્રણ ખેલાડી કયા છે?
, ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (13:58 IST)
ટીમ બીબીસી ગુજરાતી
નવી દિલ્હી
 
આઈપીએલની 13મી સિઝન માટેની હરાજી રસપ્રદ બની રહેશે કારણ કે બે કરોડની બેઝ પ્રાઇઝ સાથે ભારતનો કોઈ ખેલાડી હરાજીમાં નથી.
1.5 કરોડની બેઝ પ્રાઇઝમાં 10 ખેલાડીઓ છે, જેમાં એક માત્ર ભારતીય ખેલાડી રોબિન ઉથપ્પા છે.
મહત્ત્વની વાત એ છે કે એક કરોડની બેઝ પ્રાઇઝમાં 23માંથી માત્ર ત્રણ જ ભારતના ખેલાડીઓ છે. તે તમામ ગુજરાતના છે અથવા ગુજરાતથી રમતાં ખેલાડીઓ છે. યુસુફ પઠાણ, પીયૂષ ચાવલા અને જયદેવ ઉનડકટની બેઝ પ્રાઇઝ એક કરોડની છે.
આઈપીએલની હરાજીમાં આ વખતે ખર્ચવા માટે સૌથી વધારે રૂપિયા કિંગ્સ ઇલેવન પંજાબ (42.70 કરોડ) પાસે છે. જ્યારે સૌથી ઓછા રૂપિયા મુંબઈ ઇન્ડિયન્સ (13.05 કરોડ) પાસે છે.
આઈપીએલની હરાજીમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૌથી વધારે ખેલાડી ખરીદી શકે છે. તેઓ 18 ખેલાડીઓ ખરીદી શકે છે, જેમાં 6 વિદેશી ખેલાડી ખરીદી શકે છે.
 
ગુજરાતના ક્યાં ખેલાડીઓ છે હરાજીમાં
આ વર્ષે આઈપીએલમાં 1 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવનાર માત્ર ત્રણ જ ખેલાડી છે. જે તમામ ગુજરાતના છે.
ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રણજી ટ્રોફી રમતાં પીયૂષ ચાવલા, બરોડા ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતાં યુસુફ પઠાણ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતાં જયદેવ ઉનડકટનો પણ સમાવેશ કરાયો છે.
જયદેવ ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ પ્રદર્શન સારું ન લાગતાં ટીમે તેમને આ વખતે કરારમુક્ત કર્યા હતા.
યુસુફ પઠાણ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ગત સિઝનમાં રમ્યા હતા. પીયૂષ ચાવલાને કોલકાતા નાઇટ રાઈડર્સે કરારમુક્ત કર્યા છે.
પાર્થિવ પટેલ 1.7 કરોડની કિંમત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં યથાવત્ છે.
 
ગુજરાતના અન્ય ખેલાડીઓ
 
ગુજરાત તરફથી રમતાં રૂશ કલેરિયા વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ મિડિયમ બોલરની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
પ્રિયાંક પંચાલ રાઇટ આર્મ બૅટ્સમૅન છે અને તેમની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે અને તેઓએ ફર્સ્ટ ક્લાસ ટી-20માં 43 મેચમાં 125ના સ્ટ્રાઇક રેટથી 1073 રન બનાવ્યા હતા.
આ ઉપરાંત ગુજરાતના 22 વર્ષના અરઝાન નાગવાસવાલા અને 24 વર્ષીય રીપલ પટેલની બેઝ પ્રાઇઝ 20 લાખ છે.
 
બરોડાના ખેલાડી
બરોડાના સ્ટાર હાર્દિક પંડ્યા 11 કરોડ અને કૃણાલ પંડ્યા 8.80 કરોડની સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં યથાવત્ છે.
બરોડાથી રમતાં ધમાકેદાર બૅટ્સમૅન યુસુફ પઠાણને સનરાઈઝર્સ હૈદરાબાદે મુક્ત કર્યા છે. તેઓ હરાજીમાં 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇઝ સાથે ઉતરશે.
બરોડાના દીપક હુડ્ડા ગત વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યા હતા. 2018માં હૈદરાબાદે 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
ગત સીઝનમાં તેઓ 11 મેચમાં 64 રન જ બનાવી શક્યા હતા. આ વર્ષે હૈદરાબાદે તેમને મુક્ત કર્યા છે.
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 8 ઇનિંગ્સમાં 342 રન બનાવનાર બરોડાના વિકેટકીપર કેદાર દેવધરની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે.
લુકમન હુસેન મેરિવાલા લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બૉલર છે. તેમણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 7 મેચમાં 13 વિકેટ લીધી હતી. તે 20 લાખની બેઝ પ્રાઇઝમાં છે.
બરોડા ક્રિકેટ ઍસોસિયેશન બૅટ્સમૅન વિશ્ણુ સોલંકી, લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ-બૉલર સફવાન પટેલ અને ઑલરાઉન્ડર સ્વનિલ સિંઘ 20 લાખની કૅપની સાથે ઉતરશે.
 
સૌરાષ્ટ્રના ખેલાડી
સૌરાષ્ટ્રમાંથી ભારતીય ટેસ્ટ ટીમના મહત્ત્વના બૅટ્સમૅન ચેતેશ્વર પુજારા હરાજીમાં છે. તેમની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે.
સૌરાષ્ટ્રના વિકેટકીપર શેલ્ડન જેક્સનની બેઝ પ્રાઇઝ 20 લાખ છે. આ ઉપરાંત અવી બારોટ, લેફ્ટ આર્મ ફાસ્ટ મીડિયમ બૉલર ચેતન સાકરિયા અને ઑલરાઉન્ડર ધર્મેન્દ્રસિંહ જાડેજાની 20 લાખ બેઝ પ્રાઇઝ છે.
2020માં યોજાનારી આઈપીએલની 13મી સિઝનની હરાજીમાં ભાગ લેવા માટે 971 ખેલાડીએ દાવેદારી કરી છે.
જેમાંથી લોકોની ફ્રેન્ચાઈઝીની માગના આધારે 258 ખેલાડીઓનું છેલ્લું લિસ્ટ નક્કી કરવામાં આવ્યું હતું.
 
2 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવનાર સાત ખેલાડીમાંથી પાંચ ઑસ્ટ્રેલિયાના
2 કરોડની બેઝ પ્રાઇઝ ધરાવનાર સાત વિદેશી ખેલાડીઓમાં પાંચ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાના છે.
જેમાં ફાસ્ટ બૉલર પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ, બૅટ્સમેનમાં મિચલ માર્શ અને ગ્લેન મેક્સવેલ છે, જ્યારે ઑલરાઉન્ડર મિચલ માર્શની પણ આ બેઝ પ્રાઇઝ છે.
આફ્રિકાના ડેલ સ્ટેયન અને શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝની બેઝ પ્રાઇઝ 2 કરોડની છે.
 
વિરાટ કોહલી 17 કરોડ રૂપિયા સાથે આરસીબીમાં યથાવત્
17 કરોડ મેળવીને ટીમમાં યથાવત્ - વિરાટ કોહલી (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર)
15 કરોડ મેળવનાર ખેલાડી - મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ), રિષભ પંત (દિલ્હી કેપિટલ્સ), રોહિત શર્મા (મુંબઈ ઇન્ડિયન્સ)
12.50 કરોડ મેળવીને ટીમમાં યથાવત્ - સુનિલ નારાયણ(કોલકાતા નાઇટ રાઈડર્સ), સ્ટિવ સ્મિથ (રાજસ્થાન રૉયલ્સ), બેન સ્ટૉક્સ (રાજસ્થાન રૉયલ્સ), ડેવિડ વોર્નર (સનરાઈઝર્સ હૈદરાબાદ)
11 કરોડ મેળવી ટીમમાં યથાવત્ - સુરેશ રૈના (ચેન્નાઇ સુપર કિંગ્સ), કે. એલ. રાહુલ (કિંગ્સ ઇલેવન પંજાબ), હાર્દિક પંડયા (મુંબઇ ઇન્ડિયન્સ), એબી ડિલિવર્સ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર), મનિષ પાંડે (સનરાઈઝર્સ હૈદરાબાદ)
75 લાખની બેઝ પ્રાઇઝમાં રહેલાં 16માંથી એક પણ ખેલાડી ભારતનો નથી. 50 લાખની બેઝ પ્રાઇઝ સાથે 78 ખેલાડીઓ છે, જેમાં 69 ખેલાડીઓ વિદેશના અને 9 ભારતના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં CAA વિરોધમાં બંધને મિશ્ર પ્રતિસાદ, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત