Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સટ્ટાબજાર ગરમઃ- લોકસભાની ચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસને કેટલી બેઠકો મળશે

સટ્ટાબજાર ગરમઃ- લોકસભાની ચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસને કેટલી બેઠકો મળશે
, મંગળવાર, 2 એપ્રિલ 2019 (12:06 IST)
પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર નવ દિવસ બાકી છે ત્યારે કયો પક્ષ કેટલી બેઠક જીતશે અને કેન્દ્રમાં કયા પક્ષની સરકાર આવશે તેના પર કરોડો રૂપિયાનો સટ્ટો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પણ ચૂંટણી પર સટ્ટો રમનારા હજારો લોકો છે આવા ખેલૈયાઓ જણાવે છે કે એર સ્ટ્રાઈક પહેલા ભાજપ અને એન ડી.એની હાલત ઘણી જ ખરાબ હતી. તે સમયે ભાજપને 180થી 200 બેઠકો મળશે એવું અનુમાન સટ્ટા બજારમાં કરાતું હતું. તેમજ એનડીએને 240થી 260 બેઠકનું અનુમાન હતું ભાજપ અને એન ડી.એની બેઠક માટે એટલે કે તેની જીત માટે માત્ર દોઢથી 2 રૂપિયાનો ભાવ આવતો હતો, પરંતુ એર સ્ટ્રાઈક બાદ સ્થિતિમાં કેટલોક સુધારો થયો છે.
હવે ભાજપને 230થી 240 બેઠક જ્યારે એનડીએને 280થી 300 બેઠક મળવાની અટકળો સટ્ટા બજારમાં લાગી રહી છે પીઓકેમાં એર સ્ટ્રાઈક પહેલા કોંગ્રેસને 160થી લઈ 190 બેઠકો મળવાની વાત હતી. કોંગ્રેસની બેઠકો જીતવાની શક્યતા ઉપર સાત રૂપિયાનો ભાવ અપાતો હતો. હવે સીધી બદલાતા ભાવો ગગડયા છે એટલે કે કોંગ્રેસની એક બેઠક ની જીત પર સાતને બદલે દસ રૂપિયાનો ભાવ રહ્યો છે તેમજ કોંગ્રેસને હવે 120થી 140 બેઠકો મળે એવી અટકળો થઈ રહી છે. જોકે કોંગ્રેસ પ્રેરિત યુપીએને કેટલી બેઠકો મળશે તે અંગે હજુ સટ્ટા બજાર મૌન છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે નહી બદલાયા પેટ્રોલ-ડીઝલના રેટ્સ, સ્થિર રહી કિમંત