Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શંકર ચૌધરીનું વિધાનસભાના સ્પીકર બનવાનું નક્કી, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ બનશે

BJP new cabinet
, ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (11:43 IST)
15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે હવે ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયું છે. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા ત્યારે જ વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું. ત્યારે વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા. જોકે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું.

હવે સત્તાવાર રીતે ભાજપે સ્પષ્ટ બહુમતીના કારણે શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવ્યા છે.19 અને 20 ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર રહેશે. વિધાનસભામાં તેમની શપથ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્યોને શપથ અપાવશે. રમણલાલ વોરા અને ગણપત વસાવા અગાઉ પણ વિધાનસભાન અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ત્યારે નવા અધ્યક્ષ તરીકે કોણ ચાર્જ સંભાળશે એવી ચર્ચાઓ રાજકીય પક્ષોમાં થઈ રહી છે. ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળી લીધો છે. ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ  ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો. ગુજરાતમાં મંત્રીગણની શપથવિધી બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. હવે ધારાસભ્યોના શપથગ્રહણ અને વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી થવાની છે. આ માટે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને નવા પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ સિવિલના ગુટલીબાજ તબીબો પર નજર રખાશે, કોઈ રજા પર હોય તો રિલિવર મૂકવા પડશે