Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2022 (09:52 IST)
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. ૧૫,૬૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે.
 
મંત્રીએ વડાપ્રધાનના સુચિત કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ કે, તા.૧૯ મી ઑક્ટોબરે સવારે ૯:૪૫ કલાકે વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બપોરે ૧૨ કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. બપોરે ૩:૧૫ કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમજ રાજકોટમાં સાંજે ૬ કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-૨૦૨૨નું ઉદ્દઘાટન કરશે અને રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાંજે ૭:૨૦ કલાકે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.
 
વડાપ્રધાનના તા.૨૦મી ઑક્ટોબરના સુચિત કાર્યક્રમની વિગત આપતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યુ કે, સવારે ૯:૪૫ કલાકે કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે અને બપોરે ૧૨ કલાકે વડાપ્રધાન કેવડિયામાં ૧૦મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે ૩:૪૫ કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે. એટલુ જ નહિ, વડાપ્રધાન મિસિંગ લિંક્સના નિર્માણની સાથે કોસ્ટલ હાઈવેના સુધારણા માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૧૩ જિલ્લાઓમાં કુલ ૨૭૦ કિમીથી વધુના હાઇવેને આવરી લેવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સરકાર લાવી રહી છે નવું PAN કાર્ડ, કરદાતાઓ પર શું થશે અસર

પાકિસ્તાનમાં સ્થિતિ ચિંતાજનક, વિરોધ હિંસક બન્યો, અબ્દુલ કાદિર ખાન સહિત 12ના મોત

Viral News - હે ભગવાન.... શાળામાં લંચ કરતી વખતે બાળકે એક સાથે ત્રણ પુરીઓ ખાવાની કરી કોશિશ, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં તોડ્યો દમ

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

Passport - પાસપોર્ટ બનાવનારાઓ માટે રાહતના સમાચાર

આગળનો લેખ
Show comments