Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ : જાણો કેવી રીતે પત્નીની કુંડળી નક્કી કરી શકે છે પતિનું ભવિષ્ય

જ્યોતિષ : જાણો કેવી રીતે પત્નીની કુંડળી નક્કી કરી શકે છે પતિનું ભવિષ્ય
P.R
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિનો જન્મ સમય, એ સમયે ગ્રહોની સ્થિતિ જેવી હોય અને તેના જન્મસ્થળ પરથી તેના ભવિષ્યની વાતોનો અંદાજ આવી શકે છે. કુંડળીના ગ્રહોને કારણે સ્ત્રી અથવા પુરૂષના ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે. આ ગ્રહોનુ પરિણામ તેમના સાથીના આયુ પર પણ પડે છે. જીવનમાં યશ, અપયશ, સુખ, દુ:ખ, સ્વભાવમાં ઉતાર-ચઢાવ, આર્થિક સંપન્નતા આ બાબતનુ પરિણામ જીવનસાથીના જીવનમાં ચોક્ક્સ રૂપે પડતુ હોય છે.

ગ્રહમં કેતૂ કે ગ્રહની સ્થિતિ સ્ત્રીની કુંડળીમાં પ્રભાવશીલ સાબિત થાય છે. આજે આપણે જોઈશુ કે આ ગ્રહ કેવી રીતે સ્ત્રીઓના અને તેમના જીવનસાથીના જીવનમાં અસર કરે છે.

- જો કોઈ સ્ત્રીની કુંડળીમાં પ્રથમ સ્થાનમાં કેતૂ હોય તો સ્ત્રી રોગગ્રસ્ત અને પતિને ત્રાસ આપનારી હોય ચે. જો એ સ્થાનપર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો સ્ત્રીને પતિ અને બાળકો પાસેથી સુખ મળે છે.

જે સ્ત્રીના કુંડળીમાં દ્વિતીય સ્થાનમાં કેતૂ ગ્રહ હોય તો તે સ્ત્રી ગરીબ અને કુટુંબના વિરોધી રહેનારી હોય છે. જો આ સ્થાન પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ ધનવાન, અને કુંટુબમાં સુખ લાવનારી હોય છે.

- કુંડળીમા તૃતીય ભવ જેને સહજ ભાવ કહેવાય છે, તેમા કેતૂ હોય તો સ્ત્રી ધનવાન અને શત્રુ પર વિજય પ્રાપ્ત કરનારી હોય છે. આવી સ્ત્રીઓને બાળકો પાસેથી સુખ મળે છે પણ પોતાના નાના ભાઈનો પ્રેમ મળતો નથી.

- કુંડળીમાં ચતુર્થ સ્થાન જે સુખકારક સ્થાન કહેવાય છે. તેમા કેતૂ હોય તો સ્ત્રી માતૃત્વ સુખથી વંચિત રહે છે. વડીલોની આર્થિક સ્થિતિ અને સંપત્તિ નષ્ટ થાય છે.

- જે સ્ત્રીના કુંડળીમાં પંચમ સ્થાન જે પુત્રનુ સ્થાન છે, તેમા કેતૂ હોય તો સ્ત્રીને પુત્ર સુખ પ્રાપ્ત થાય છે પરંતુ નાની બહેન-ભાઈનુ સુખ મળતુ નથી. આવી સ્ત્રીઓ ક્યારેક લડાકુ પ્રવિત્તિની હોય છે. કોઈ પણ કામ આ સ્ત્રીઓ કુશળપૂર્વક પુરૂ કરે છે.

- કુંડળીમાં પ્રથમ સ્થાન જે રિપુ (શત્રુનુ)સ્થાન છે. તેમા કેતૂ હોય તો સ્ત્રીને શત્રુ કે બીમરીનો ભય રહેતો નથી. તેમની પાસે જમીન, ગાય, ભેસ આવી સંપત્તિ હોય છે. ક્યારેક તેઓ નાના મનની બની જાય છે તેથી નિર્ણય લેવામાં ભૂલો કરે છે.

- કુંડળીમાં અષ્ટમ સ્થાન મોક્ષકારક સ્થાન છે. આમા કેતૂ હોય તો સ્ત્રીને ગુપ્ત રોગ થવાની શક્યતા રહે છે. આ રોગને કારણે સ્ત્રી પતિને ત્રાસ આપી શકે છે.

- જે સ્ત્રીના કુંડળીમાં નવમ સ્થાનમાં કેતૂ હોય, તે સ્ત્રી દાન-પુણ્ય કરનારી હોય છે. નવમ સ્થાન જે ધર્મકારક સ્થાન હોવાને કારણે, તેમા કેતૂ હોય તો સ્ત્રી ગુણવાન, પુત્ર જન્મ આપનારી, વ્રત તપ, દાન ધર્મ કરનારી હોય છે.

- કુંડળીના દશમ સ્થાન કર્મકારક સ્થાન છે. તેમા કેતૂ હોય તો સ્ત્રી કષ્ટ કરનારી પણ વડીલોના સુખથી વંચિત રહે છે. જો સ્ત્રીની રાશિ કન્યા હોય અને દશમ સ્થાનમાં કેતૂ હોય તો તે સ્ત્રી હંમેશા ધન ધાન્ય સુખ વૈભવ મેળવતી રહે છે.

- કુંડળીના એકાદશ સ્થાન લાભનુ સ્થાન છે. તેમા કેતૂ હોય તો સ્ત્રીને દરેક કામમાં લાભ થાય છે. સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આવી સ્ત્રી મધુરવાણી, સુંદર ને ધર્મ જાણનારી હોય છે.

- કુંડળીના દ્વાદશ સ્થાન વ્યય સ્થાન હોય છે, તેમા કેતૂ હોય તો સ્ત્રી આંખો અને પગથી બીમાર હોવાની શક્યતા હોય છે. આ સ્ત્રી ખોટો ખર્ચ કરનારી અને પતિને ત્રાસ આપનારી હોય છે. આવી સ્ત્રીઓ શત્રુ પર વિજય મેળવે છે.

Share this Story:

Follow Webdunia gujarati