જલંધરમાં તણાવ વધ્યા બાદ ગત મધરાતથી કરર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. વિયેનામાં ડેરા પંથના પ્રમુખ પર થયેલા હુમલા બાદ પ્રદર્શનકારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
અહીંથી નજીકાના ફગવાડા તથા આદમપુરમાં પથ્થરમારો કરાયો હતો જેમાં બસને નુકશાન થયું હતું. ટોળાએ રાષ્ટ્રીય માર્ગ ઉપર ટ્રાફિક રોકી એક ટ્રકને સળગાવી દીધી હતી. એક બેંકના એટીએમને પણ ટોળાએ તોડી નાંખ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ જલંધર શહેરમાં શાંતિના ઉપાય માટે તંત્ર દ્વારા કરર્ફ્યું લગાવી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ કરી દેવાઇ છે.