બોલીવુડ ડ્રગ કેસમાં આજે ખોબ મહત્વનો દિવસ છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ એનસીબીએ શનિવારે સવારે 10 વાગે બોલાવી હતી. તે એનસીબી ગેસ્ટહાઉસ પહોંચી ચુકી છે. તેમને કેપીએસ મલ્હોત્રાની લીડરશિપમાં સવાલ જવાબ કરવામાં આવ્યો. બીજી બાજુ શ્રદ્ધા કપૂરને એક્સચેંજ બિલ્ડિંગવાળી ઓફિસમાં સવાલ કરવામાં આવી રહ્યા છે. સારાના પર્સનલ ગાર્ડ એનસીબી ઓફિસ પાસે સુરક્ષાની વ્યવસ્થા જોઈને ગયા છે. તેઓ એનસીબી ઓફિસ પહોંચી ચુક્યા છે.
દીપિકાએ સ્વીકાર કર્યુ છે કે કરિશ્મા સાથે તેમની ચૈટ થઈ હતઈ જે 28 ઓક્ટોબર 2017ના રોજ બતાવી હતી તે તેની અને કરિશ્માની વચ્ચે થઈ છે. પણ દીપિકાએ એ પણ કહ્યુ કે અમારા સર્કલમાં અમે લોકો ડૂબી લઈએ છીએ. આ એક પ્રકારની સિગરેટ છે, જેમા અનેક વસ્તુઓ ભરેલી રહે છે. દીપિકાએ બતાવ્યુ કે તે ડૂબ જેવા શબ્દ કોડ વર્ડના રૂપમાં ઉપયોગ કરે છે. તેણે સ્પષ્ટ રીતે નહી કહ્યુ કે તેમા ડ્રગ્સ પણ હોય છે. બીજી બાજુ સવાલ એ પણ હતો કે ડ્ર્ગ્સ ચેટમાં હશીશનો ઉલ્લેખ હતો. જ્યારે કે દીપિકા તેને કોડ બતાવી રહી છે. તેથી NCB હવે તેની તપાસ કરી રહી છે. દીપિકા ડ્ર્ગ્સ સાથે જોડાયેલ સવાલનો સીધો જવાબ નથી આપી રહી. તેણે અનેક સવાલો પર મોઢુ સીવી લીધુ છે.
દીપિકાના જવાબથી સંતુષ્ટ નથી NCB
દીપિકા પાદુકોણ સાથે એનસીબીની 5 સભ્યોની ટીમ સવાલ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ દીપિકાના કેટલાક જવાબોથી એનસીબી સંતુષ્ટ નથી કરિશ્માએ શુક્રવારે પૂછપરછમાં ડ્ર્ગ્સ લેવાની વાતને નકારી હતી. કહ્યુ હતુ કે તે ફક્ત સિગરેટ પીએ છે. આજે જ્યારે દીપિકા-કરિશ્માને આમને સમને બેસાડીને પૂછવામા આવ્યુ તો બંનેયે કહ્યુ કે તેઓ ડ્ર્ગ્સ નથી લેતી. NCB એ પુછ્યુ કે તો પછી ચૈટમાં તે વીડ/હૈશ કોણે માટે મંગાવી રહી છે. તેના પર બંનેયે ગોલ ગોલ જવાબ આપ્યો.
એનસીબી ઓફિસ પહોચી સારા
દીપિકા-કરિશ્મ્કા સાથે એનસીબી ગેસ્ટ હાઉસમાં પૂછપરછ ચાલી રહી છે. શ્રદ્ધા સાથે એનસીબી ઓફિસમાં સવાલ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાન પણ પહોચી ચુકી છે.