Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Shastra : ઘરના આ સ્થાન પર અરીસો લગાવવાથી દૂર થાય છે વાસ્તુ દોષ, બસ રાખો આ વાતનુ ધ્યાન

ઘરના બેસમેંટ કે બાથરૂમમાં વર્ગાકાર આકૃતિનો અરીસો લગાવો. અરીસાને યોગ્ય સ્થાન પર લગાવવાથી ઘરનો વાસ્તુ દોષ ખતમ થાય છે.

vastu upay
, બુધવાર, 13 જુલાઈ 2022 (14:12 IST)
Vastu Shastra :  વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને બતાવી રહ્યા છે કે ઘરના કયા સ્થાન પર અરીસો લગાવવાથી વાસ્તુ દોષ ખતમ થાય છે. સાથે જ જાણો કે કયા સ્થાન પર કેવા આકારનો અરીસો લગાવવો શુભ માનવામાં આવે છે. 
 
વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુનુ પોતાનુ મહત્વ હોય છે. દરેક વસ્તુને તેના યોગ્ય સ્થાન પર મુકવાનુ પણ ખાસ મહત્વ હોય છે. પણ આપણે મોટેભાગે આ વાતોને ભૂલીને વસ્તુઓને તેના યોગ્ય સ્થાન પર મુકતા નથી. આવુ કરવાથી ઘરમાં લડાઈ ઝગડો અને ચિડિયાપણુ કાયમ રહે છે. તેથી તે ખૂબ જરૂરી છે કે તમારા ઘરનુ વાસ્તુ દોષ જલ્દી ખતમ થઈ જાય. 
 
ઉલ્લેખનીય છે કે લોકો પોતાના ઘરમાં અરીસો લગાવવુ ખૂબ પસંદ કરે છે. અનેક પ્રકારના આકારના અને ઘરના જુદા જુદા ભાગમાં અરીસા લગાવીને તેની સુંદરતાને પણ વધારે છે. પણ ક્યારેય તે વિચાર્યુ છે કે છેવટે મિરર લગાવવાનુ યોગ્ય સ્થાન અને આકાર શુ છે ? જો તમારા ઘરના બેસમેંટ કે નૈઋત્ય કોણ, એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્નાનઘર કે શૌચાલય બન્યુ છે તો તમે ત્યા પૂર્વ દિશાની દિવાલ પર વર્ગાકાર આકૃતિનો અરીસો લગાવો. આવુ કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ જલ્દી જ દૂર થઈ જશે. 
 
જો તમારા ઘરનો કોઈ ભાગ અસામાન્ય શેપ કે અંધકારયુક્ત હોય તો ત્યા કાપેલા કે વધેલા ભાગમાં કાચ, એટલે કે અરીસો લગાવીને ઉર્જાને સંતુલિત કરી શકો છો.  આ ઉપરાંત જો તમારા ઘરની બહાર કોઈ વીજળીનો થાંભલો, ઊંચી બિલ્ડિંગ, અવાંછિત ઝાડ કે પછી ઘરતી પર અણીદાર ઉભાર છે તો તમે ઘરના મુખ્ય દરવાજા પર તેની તરફ પાક્વા મિરર (Pa kua Mirror) લગાવીને નિદાન કરી શકો છો. પાકવા મિરર અષ્ટકોણીય લાકડીની ફ્રેમમાં હોય છે. જેનાપર દોરાથી કરવામાં આવેલી કારીગરી પણ જોવા મળે છે. આ ફ્રેમ મોટાભાગે લાલ, પીળા અને સોનેરી રંગના હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

13 જુલાઈનુ રાશિફળ - આ 3 રાશિઓ માટે લકી છે ગુરુ પૂર્ણિમાનો દિવસ, જાણો તમારી રાશિ પણ તેમાં સામેલ છે કે નહીં