Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહેબુબા મુફ્તીના તિરંગા નિવેદન પર બોલ્યા નીતિન પટેલ - સપરિવાર ચાલ્યા જાય Pak

મહેબુબા મુફ્તીના તિરંગા નિવેદન પર બોલ્યા નીતિન પટેલ - સપરિવાર ચાલ્યા જાય Pak
, મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (09:25 IST)
જમ્મુ-કાશ્મીરથી કલમ 37૦ સમાપ્ત કરવાને લઈને  પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીના તાજેતરના નિવેદનમાં નારાજગી વ્યક્ત કરતા ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમવારે કહ્યું હતું કે જો જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભારત અને તેના કાયદાને પસંદ ન કરે તો તેઓએ પરિવાર સહિત પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. .વડોદરાના કુરાલી ગામની પેટા ચૂંટણી માટેના સભાને સંબોધતા પટેલે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશની રક્ષા માટે નાગરિકતા સુધારો કાયદો લાવ્યા અને તેઓએ કલમ 0 37૦ ની જોગવાઈઓ રદ કરી.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સોમવારે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના પ્રચાર માટે ઉતર્યા હતા. કંડારિયા અને મોટા ફોફળિયા ગામે ચૂંટણી સભાને સંબોધતા નીતિન પટેલે જમ્મુ કાશ્મિરના પિપલ્સ ડેમોકે્રટિક પાર્ટીના મહેબુબા મુફતીને આડે હાથલીધા હતા. તેમણે કહ્યુ કે, મેહબુબા મુફતીનો કરાંચીની ટિકિટ કરજણની જનતા આપશે. સહપરિવાર પાકિસ્તાન જતા રહો.
 
ગુજરાતમાં નાગરીકોએ 25 વર્ષથી ભાજપને સરકાર સંચાલનની જવાબદારી સોંપી છે. નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીપદ સંભાળ્યુને ગોધરામાં બનાવ બન્યો, કાર સેવકોને જીવતા સગળાવાયા અને તેનું રિએક્શન જે આવ્યુ તેના કારણે રાજ્યમાં જે પરિસ્થિતિ થઈ તે સૌ કોઈ જાણે છે. એ વખતે પણ નરેન્દ્રભાઈએ અનેક આલોચના, પડકારો અને વિરોધ સહન કર્યો હતો. એમ કહેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, ”પેલી મહેબુબા બે દિવસથી બોલ-બોલ કરે છે. પ્લેનની ટિકિટ તમે કહોં તો અમે મોકલીયે, અમારા કરજણના નાગરીકો ટિકિટ લઈ આપે. સહ પરિવાર કરાચી જતા રહો ! જે પણ વ્યક્તિને ભારત ના ગમતું હોય તેને જ્યાં જવું ત્યાં જાય, નહીં તો ફિટ થઈ જશે. ગુજરાતના બે સપુતો દિલ્હીમાં છે, ખોટું કરનારની ખૈર નથી”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vadodara Bypoll - વડોદરામાં ડિપ્ટી સીએમ નિતિન પટેલ પર ચપ્પલ ફેંકાઈ, મીડિયા સાથે કરી રહ્યા હતા વાતચીત