Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં ગુજરાતની 47 બેંકના કર્મચારીઓ જોડાશે

Webdunia
શનિવાર, 12 મે 2018 (13:26 IST)
મે મહિનાના અંતમાં બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. જેમાં ગુજરાતની 47 બેંકના  કર્મચારીઓ  પગારમાં વધારો ન મળતાં વિરોધ કરશે. મહાગુજરાત બેંક એમ્પલોઈઝ અસોસિએશન ના મતે જાહેર ક્ષેત્ર અને કેટલીક ખાનગી ક્ષેત્રની બેંકોના મળીને કુલ 55,000 બેંક કર્મચારીઓ વિરોધમાં જોડાશે. MGBEAના સેક્રેટરીએ  જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી અમે અમારા પગારમાં સુધારો આપવા બાબતે ઈંડિયન બેંક અસોસિએશન  સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. IBA પગાર બિલમાં ફક્ત 2 ટકા વધારો આપવા તૈયાર થયું છે,

જે અમને મંજૂર નથી. અમે આ મામલે કેંદ્રીય નાણાં મંત્રાલયનો સહકાર ઈચ્છીએ છીએ. અમને હજુ સુધી આ મામલે સંતોષકારક જવાબ મળ્યો નથી. મહિનાના અંતે બે દિવસ બેંકો બંધ રહેવાથી પગારદારોને મહિનાને અંતે મળતો પગાર અટકશે. સાથે જ લોકોને બેંકને લગતા કાર્યો પૂરા કરવામાં હાલાકી પડશે. બેંક કર્મચારીઓએ એકમતે 30-31 તારીખે બેંકોમાં હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. અધિકારીએ કહ્યું કે, IBA આ મામલાનો ઉકેલ લાવવમાં મોડું કરી રહી છે, તેની સામે અમારો વિરોધ છે. ઉપરાંત બેંક કર્મચારીઓ અને અધિકારીઓના પગાર વધારા મામલે કેંદ્ર સરકાર પણ બેદરકાર છે. તો કેટલીક બેંકોમાં ફક્ત સ્કેલ-3ના અધિકારીઓના જ પગારમાં વધારો મંજૂર કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments