ઍબકો ટાવરની આજુબાજુની કમસે કમ પાંચ ઇમારત ખાલી કરાવાઈ. સંયુક્ત આરબ અમિરાતના શારહજામાં બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળી લાગી છે, જેણે સમગ્ર ઇમારતને ભરડામાં લીધી હતી.
સ્થાનિક પત્રકારના જણાવ્યા પ્રમાણે, ફાયરબ્રિગેડની ડઝનબંધ ગાડીઓને ઍબકો ટાવરમાં લાગેલી આગને બુજાવવાની કામગીરીમાં લગાવવામાં આવી છે.
આ સિવાય દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.
આગ લાગવાનાં કારણ તથા તેના કારણે થયેલી જાનહાનિ અંગે કોઈ પ્રાથમિક અહેવાલ નથી.
ઍબકો ટાવરમાં લાગેલી આગ અનેક કિલોમીટર દૂરથી નજરે પડી
મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય મુજબ રાત્રે નવ વાગ્યે (આંતરરાષ્ટ્રીય સમય મુજબ સાંજે પાંચ વાગ્યે) વાગ્યે 48 માળના ટાવરમાં આગ લાગી હતી. જેથી ઇમર્જન્સી સર્વિસીઝને બોલાવામાં આવી હતી.
ઇમારતમાંથી ખરતો કાટમાળ નીચે રહેલી ગાડીઓ ઉપર પડ્યો હતો.
દુબઈ-સ્થિત અખબાર 'ખલિજ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, આજુબાજુની કમસે કમ પાંચ ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે.