Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લંડન ટ્યૂબ ટ્રેન વિસ્ફોટ - અંડર ગ્રાઉંડ ટ્રેનમાં વિસ્ફોટ થતા અનેક લોકો દઝાયા

લંડન ટ્યૂબ ટ્રેન વિસ્ફોટ - અંડર ગ્રાઉંડ ટ્રેનમાં વિસ્ફોટ થતા અનેક લોકો દઝાયા
, શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (16:39 IST)
દક્ષિણ પશ્ચિમ લંડનના પાર્સસ ગ્રીન અંડરગ્રાઉંડ રેલવે સ્ટેશન પર થયેલ વિસ્ફોટ પછી મચેલી ભગદડમાં અનેક યાત્રી ઘાયલ થયા. લંડન પોલીસ આ વિસ્ફોટને આતંકી ઘટના સાથે જોડીને જોઈ રહી છે અને આ જ એંગલથી આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે.  લંડન સર્વિસ મુજબ 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કોઈની પણ હાલત ગંભીર નથી. બ્રિટનના પ્રધાનમંત્રી ટેરેસા એ આ સ્થિતિની સમીઆ કરવા માટે તત્કાલીન બેઠક બોલાવી છે. 
webdunia
સોશિયલ મીડિયામાં આવેલ તસ્વીરોમાં એક પ્લાસ્ટિકની ડોલ જેવી વસ્તુમાં આગ સળગતી દેખાય રહી છે. તસ્વીરોમાં પાસે એક બેગ પણ જોવા મળી છે. બ્લાસ્ટના કારણ વિશે હજુ માહિતી મળી નથી.  બ્લાસ્ટ સ્થાનીક સમય મુજબ સવારે 8 વાગીને 20 મિનિટ પર થયો. બ્લાસ્ટ પછી રેલવે પોલીસ સ્ટેશને લોકોને સલાહ આપી કે તેઓ પાર્સસ ગ્રીન સ્ટેશનથી દૂર રહે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Porn Ban- પોર્ન બેન પર સરકારનું વલણ - તમે પણ કમેંટ કરો - શું છે તમારા વિચાર