Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Birthday પર સુશાંત સિંહ રાજપૂતને એક્સ ગર્લફ્રેંડ અંકિતાએ આ રીતે કર્યા યાદ, શેયર કર્યો વીડિયો

Birthday પર સુશાંત સિંહ રાજપૂતને એક્સ ગર્લફ્રેંડ અંકિતાએ આ રીતે કર્યા યાદ, શેયર કર્યો વીડિયો
, ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (14:31 IST)
સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 ના રોજ પટનામાં થયો હતો. સુશાંત આ વર્ષે તેમનો 35 મો જન્મદિવસ ઉજવવાના હતા  પરંતુ એ દુર્ભાગ્ય કહેવાશે કે  તેઓ હવે આ દિવસની ઉજવણી કરવા માટે આ દુનિયામાં નથી. સુશાંતના જન્મદિવસ પર, તેની સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ તેને યાદ કરી રહ્યો છે. આ દરમિયાન સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિત લોખંડેએ અભિનેતાને યાદ કરતા તેના કેટલાક ન જોયેલા વીડિયો ફેન્સ સાથે શેયર કર્યા છે. 
 
અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અંકિતા સુશાંતના મૃત્યુ પછીથી અભિનેતા માટે ન્યાયની માંગ કરી રહી છે. હવે સુશાંતના જન્મદિવસ નિમિત્તે તેણે એક્ટરને ખાસ રીતે યાદ કર્યા છે. તેણે વચન આપ્યું હતું કે તેણે વચન આપ્યુ છે કે તે આજે આખો દિવસ સુશાંતના ન જોયેલા વીડિયો ફેંસને શેયર કરશે. 

અંકિતા લોખંડેએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત તેના કૂતરા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે અંકિતાએ લખ્યું છે કે 'મને કેવી રીતે શરૂઆત કરવી અને શું કહેવું તે ખબર નથી પરંતુ હા આજે હું સુશાંતના કેટલાક જૂના વીડિયો શેર કરવા જઇ રહ્યો છું. તારી સાથે મારી આ કેટલીક યાદો જ શેષ છે અને હુ હંમેશા તને આ જ રીતે યાદ કરીશ. ખુશ, બુદ્ધિમાન, રોમાંટિક, પાગલ અને શાનદાર. 



અંકિતાએ વધુમાં લખ્યું કે, 'સ્કોચ હંમેશા તમને યાદ કરે છે અને હવે તે તમને વધુ મિસ કરશે.  હું પ્રાર્થના કરું છું અને હું જાણું છું કે તમે જ્યાં છો ત્યાં ખુબ ખુશ છો.  હેપી બર્થ ડે એસ.એસ.આર. તમે  હંમેશાં યાદ આવશો. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં સુશાંત તેના પાલતુ કૂતરા સ્કોચ સાથે રમી રહ્યો છે અને અંકિતા આ બંનેની મસ્તી કરતો વીડિયો બનાવી રહી છે.



આ ઉપરાંત અંકિતાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સુશાંત શાહરૂખ ખાનનુ ગીત તૂ હૈ મેરી કિરણ પર ડાંસ કરતો જોવા મળી રહ્યો છે.  વીડિયોમાં અંકિતા પણ તેની સાથે ડાંસ કરતી જોવા મળી રહી છે.  આ વીડિયો સાથે અંકિતાએ લખ્યુ છે, જન્મદિન મુબારક સુશાંત. એસઆરકે ના સાચા ફૈન. જયા પણ રહો હસતા રહો. 

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની મુલાકાત પવિત્ર રિશ્તાના સેટ પર થઈ હતી. . અહીંથી જ આ બંનેની મિત્રતા શરૂ થઈ અને આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. બંને લગભગ છ વર્ષથી રિલેશનશિપમાં હતા. આ પછી, બંને વચ્ચે થોડું અંતર આવ્યું અને બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. જોકે તેમાંથી બંનેએ ક્યારેય આ અંગે ખુલ્લેઆમ વાત કરી નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના 50 કરતા વધુ કર્મચારીઓએ એક સાથે કોરોના વેક્સિન લીધી