Webdunia - Bharat's app for daily news and videos

Install App

Veins Cramp Home Remedies: રાત્રે સૂતા સમયે ચડી જાય છે તમારા પગની નસ? તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Webdunia
સોમવાર, 3 જાન્યુઆરી 2022 (00:50 IST)
Veins Cramp Home Remedies: ઘણી વાર કામ કરતા સમયે ઉઠતા બેસતા કે ઉંઘમાં પગની નસ ચડી જાય છે. નસ પર નસ ચડવી ખૂબ સામાન્ય સમસ્યા છે. તેનાથી અસહનીય દુખાવાનો પણ સામનો કરવો પડે છે. તેથી તમે કેટલાક દેશી ઉપાય અજમાવીને આ દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ કેવી રીતે 
 
શા માટે ચડે છે નસ 
માંસપેશીઓના સંકુચવાથી નસ ચડી શકે છે. તંતુઓમાં ખરાબીના કારણે માંસપેશીઓની ગાંઠ બની જાય છે. જેનાથી તીવ્ર દુખાવો હોય છે. નસ પર નસ ચડી જવાના કારણે ન માત્ર તીવ્ર દુખાવો હોય છે પણ ઘણી વાર તે ભાગમાં સોજા પણ આવી જાય છે. 
 
નસ ચડવાના કારણ 
- નબળાઇ
- શરીરમાં પાણીનો અભાવ
- લોહીમાં સોડિયમ, પોટેશિયમનો અભાવ
- ખૂબ દારૂ પીવો
- વધુ તણાવ
- ખોટી મુદ્રામાં બેસવું
- સ્નાયુઓને અપૂરતો રક્ત પુરવઠો
- નસોમાં નબળાઈને કારણે
 
શરીરમાં આયરનની અછતને લીધે ઘણી વાર સૂતી વખતે નસો ચડી જાય છે. જો તમને આવું વારંવાર થાય છે, તો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોઈ શકે છે. આયર્નની ઉણપને પહોંચી વળવા, તમારે આયર્નવાળો ખોરાક લેવો જ જોઇએ. આયર્નની ઉણપ માત્ર એક નસ ચડવાની જ નહીં, પરંતુ વિવિધ પ્રકારની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
 
હકીકતમાં, આયરનની અછતને કારણે, શરીરના કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. આને કારણે નસ ચડી જવાની સમસ્યા આવે છે. આયરનની ઉણપને પહોંચી વળવા તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, કેળા, કઠોળ, દાળ, બદામ, બ્રાઉન ચોખા, ઘઉંનો લોટ અને સૂકા ફળો ખાવા જ જોઈએ.
 
હિમોગ્લોબિન વધારવા માટે તમારે બીટ, કેરી, દ્રાક્ષ, સફરજન, જામફળ, લીલા શાકભાજી, નાળિયેર, તુલસી, તલ, પાલક, ગોળ અને ઇંડા ખાવા જ જોઈએ.
 
નસ ચડવાથી અજમાવો આ ઘરેલૂ ઉપાય 
કાનના પ્વાઈંટ દબાવો- જો ડાબા પગની નસ ચડી હોય તો જમણા હાથની આંગળીથી કાનની નીચે જોઈંટને દબાવો. એ જ રીતે, જમણા પગની નસ ચડી જાય ત્યારે ડાબા હાથની આંગળીથી કાનના પ્વાઈંટને દબાવો.
 
બરફની શેકાઈ - નસ ચડતા તે જગ્યા પર ઓછામાં ઓછી 3 થી 15 મિનિટ સુધી બરફની શેકાઈ કરવી. 
તેલની માલિશ - નસ ચડતા પર કોઈ પણ તેલને હળવા હૂંફાણુ કરી લો અને તેનાથી હળવા હાથથી તે જગ્યાની માલિશ કરવી. 
જયારે નસ ચઢે ત્યારે હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે.
મહિલાઓએ ભૂલથી પણ નહાયા પહેલા ન કરવું આ કામ
 
– શરીરમાં જો કોઈ પણ ભાગમાં નસ ચઢી જાય અથવા તો ડાબા પગની નસ ચઢે તો, જમણા હાથની આંગળીથી તમારા કાનના નીચેના સાંધાને દબાવવું આવું કરવાથી થોડા જ સમયમાં દુખાવો મટી જશે.
– જો તમને આ પરેશાની રાત્રિના સમય હોય તો તમે પગ નીચે ઓશીંકા રાખીને સુવો આનાથી તમને ચોક્કસ રાહત મળશે.
- જયારે નસ ચઢે ત્યારે હથેળીમાં થોડું મીઠું નાખી ચાટી લો. આવું કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

આગળનો લેખ
Show comments