Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ration Card: સરકારે આપ્યો મોટો ઝટકો, રદ્દ થશે લાખો રેશન કાર્ડ, તૈયાર થઈ ગઈ આખુ લિસ્ટ

Ration Card: સરકારે આપ્યો મોટો ઝટકો, રદ્દ થશે લાખો રેશન કાર્ડ, તૈયાર થઈ ગઈ આખુ લિસ્ટ
, મંગળવાર, 8 નવેમ્બર 2022 (19:00 IST)
Ration Card List: રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. જો તમે પણ રાશન કાર્ડ ધારક (Ration Cardholder) છો તો ટૂંક સમયમાં તમારું કાર્ડ પણ રદ  (Ration card cencellation) થવાનુ છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી મુજબ દેશભરમાં લાખો લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે. હવે દેશના લાખો લોકોને મફત રાશનની સુવિધા નહીં મળે.
 
10 લાખ કાર્ડ રદ થશે
સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો નકલી રીતે ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. આ તમામ લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે. લગભગ 10 લાખ લોકોના રાશન કાર્ડને ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ કાર્ડ ટૂંક સમયમાં રદ કરવામાં આવશે. સરકારે તેની યાદી તૈયાર કરી છે.
 
80 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે
તમને જણાવી દઈએ કે જે લોકોના કાર્ડ નકલી મળી આવ્યા છે તેમની પાસેથી પણ સરકાર પાસેથી વસૂલાત કરવામાં આવશે. હાલમાં દેશભરમાં લગભગ 80 કરોડ લોકો મફત રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. અયોગ્ય રેશનકાર્ડ ધારકોને મફતમાં ઘઉં, ચોખા અને ચણા નહીં મળે.
 
 ડીલરને મોકલવામાં આવશે લિસ્ટ 
સરકારે કહ્યું છે કે તમામ અયોગ્ય લોકોની સંપૂર્ણ યાદી ડીલરને મોકલવામાં આવશે. આ પછી ડીલરો આ લોકોને રાશન નહીં આપે. ડીલરો નામો ચિહ્નિત કરશે અને આવા કાર્ડ ધારકોનો રિપોર્ટ જિલ્લા મુખ્યાલયને મોકલશે. જે બાદ તેમના કાર્ડ રદ કરવામાં આવશે.
 
કોના કાર્ડ થશે રદ્દ 
NFSA  તરફથી મળેલી માહિતી મુજબ જે કાર્ડ ધારકો આવકવેરો ભરે છે અથવા જેમની પાસે 10 વીઘાથી વધુ જમીન છે તેમના નામ યાદીમાંથી રદ કરવામાં આવશે. આવા લોકોને મફત રાશન નહીં મળે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જે મફત રાશનનો વ્યવસાય કરે છે. આવા લોકોની ઓળખ પણ કરવામાં આવી છે. આ લોકોના કાર્ડ પણ રદ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lunar Eclipse ગ્રહણ દરમિયાન મંદિરો બંધ કેમ રાખવામાં આવે છે?